વલસાડ: મુંબઈથી કન્ટેનર લઈને સુરત જતા કન્ટેનર ચાલકે વલસાડના ગુંદલાવ હાઇવે ઉપરથી સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કન્ટેનર પલ્ટી ગયું હતું. આ રોડ પર સામેની ટ્રેક ઉપર આવતી કાર ઉપર કન્ટેનર પાટકાયું કારમાં સવાર પ્રોફેસરનો ચમત્કારિક બચાવ થયો છે.
હાઇવે ઉપર બની ઘટના: મુંબઈથી સુરત તરફ જઈ રહેલા કન્ટેનર ચાલકે ગુંદલાવ હાઇવે ઉપર સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કન્ટેનર પલ્ટી ગયું હતું. સુરતથી વલસાડ મેડિકલ કોલેજમાં આવી રહેલા પ્રોફેસરની કાર ઉપર કન્ટેનર પલ્ટી માર્યું હતું. કાર ચલાકનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટના અંગે 108 અને રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં ઇજાગ્રસ્ત કન્ટેનર ચાલકને 108ની મદદ વડે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયો હતો.
કાબુ ગુમાવ્યો: મુંબઈથી એક કન્ટેનર સામાન ભરીને સુરત તરફ કન્ટેનર ચાલક અજય મહાદેવ ઓડ જઈ રહ્યો હતો. જે દરમિયાન ગુંદલાવ હાઇવે આવતા કન્ટેનર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કન્ટેનર ડિવાઈડર ઉપર પલ્ટી ખાઈ ગયું હતું. જેમાં સુરતથી વલસાડ મેડિકલ કોલેજમાં આવી રહેલા પ્રોફેસરની કાર ન. GJ-05-RG-4205 ઉપર કન્ટેનર પલ્ટી ગયું હતું. અકસ્માતમાં અને કાર છૂંદાઈ ગઈ હતી.
આ પણ વાંચો Valsad Crime: વલસાડમાં દારુની તસ્કરી માટે થઇને લાખોની ઔડી કાર પણ ગુમાવી
મદદે આવ્યા: અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા.અકસ્માતમાં કારમાં ફસાયેલા કાર ચાલક અને કન્ટેનર ચાલકને બહાર કાઢી 108ની ટીમની મદદ લઈને ઇજાગ્રસ્ત કન્ટેનર ચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે રૂરલ પોલીસની ટીમને જાણ થતાં રૂરલ પોલીસે તાત્કાલિક અકસ્માતમાં પલ્ટી ગયેલ કન્ટેનરને ક્રેઇનની મદદ વડે દૂર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતથી વલસાડ આવી રહેલા પ્રોફેસર ગૂગલ મૅપ ઉપર વલસાડ GMERS જાવા માટે કઈ ચોકળીથી વળવાનું તે મેપમાં જોઈ રહ્યા હતા જે બાદ અકસ્માત સર્જાયો હતો. કન્ટેનર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર ચલાક મેડિકલ કોલેજના પ્રોફેસરનો ચમત્કારિક બચાવ થયો હતો.
કતારો લાગી: ગુંદલાવ મુખ્ય હાઇવે પર બનેલી આ અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળા જોવા માટે ઉડી પડ્યા હતા. અચાનક સામે છેડેથી આવી ચડેલું કન્ટેનર ઊભેલી એક કારની ઉપર પલટી જતા કાર દબાઈ ગઈ હતી જોકે કારમાં પ્રોફેસર બચાવ થયો હતો. એક સમય માટે તો સ્થળ ઉપર જોતા જ લોકો કારને જોઈ કારચાલક નો જીવ ગયો હશે તેવું જ વિચારતા થઈ ગયા હતા.