ETV Bharat / state

વલસાડ : ફળી ગામમાં અજાણ્યા વાહન અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 યુવકના મોત - લગ્નપ્રસંગ

વલસાડમાં કપરાડા તાલુકાના ફળી ગામે નાસિક નેશનલ હાઈવે 848 પર મોડી રાત્રે બે કલાકે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક અજાણ્યા વાહનચાલકે બે બાઈકચાલકોને ટક્કર મારી હતી. બાઈક સવાર બન્ને યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, બન્ને બાઈક સવાર લગ્ન પ્રસંગથી પરત ઘર ફરી રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો.

વલસાડ
વલસાડ
author img

By

Published : Dec 25, 2020, 7:49 PM IST

  • વલસાડના ફળી ગામે હાઈવે પર બે બાઈક સવારને નડ્યો અકસ્માત
  • અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર મારતા બે યુવકનું મોત નીપજ્યું
  • પૂરઝડપે આવતા વાહનચાલકે ટક્કર મારતા બે યુવક હવામાં ફંગોળાયા

વલસાડઃ ફળી ગામમાં 24 ડિસેમ્બરે મોડી રાત્રે નેશનલ હાઈવે 848 પર બે બાઈકસવારોને અકસ્માત નડયો હતો. સુલિયા ગામના રહેવાસી ઉત્તમ સકાભાઈ ધનગરા (ઉં.20) અને રોહિયાળ જંગલના રહેવાસી મોહન પાડું લાખન (ઉ.30) બન્ને મિત્રો પોતાની બાઈક પર ફળી ગામમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. અહીંથી રાત્રે તેમને ઘરે પરત ફરતા હતા તે દરમિયાન એક અજાણ્યા વાહનચાલકે આ બન્ને યુવકને અડફેટે લેતા બન્ને યુવક ફંગોળાઈને દૂર સુધી પટકાયા હતા અને બન્ને યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

વલસાડ
વલસાડના ફળી ગામમાં અજાણ્યા વાહનચાલકે બાઈક સવાર 2 યુવકને લીધા અડફેટે, બંનેના મોત

નાસિક નાનાપોન્ડાને જોડતો સ્ટેટ હાઈવે પર ઘણા લોકોનો ભોગ લેવાયો

નાસિક નાનાપોન્ડાને જોડતા સ્ટેટ હાઈવે ઉપર છાશવારે અકસ્માતોની ઘટના બને છે. ત્યારે ગુરુવાર મોડી સાંજે લગ્ન પ્રસંગમાં હાજરી આપીને બે બાઈક ઉપર પરત ફરી રહેલા બન્ને યુવાનોને પૂરઝડપે આવેલા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા અને તેને પગલે થયેલી ગંભીર ઈજાઓને કારણે આ બન્ને યુવાનોના મોત થયું હતું. નોંધનીય છે કે, આ અગાઉ પણ સ્ટેટ હાઈવે પર અનેક અકસ્માતો સર્જાયા છે અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તેમ છતાં પણ વહિવટી તંત્ર દ્વારા હજૂ સુધી અકસ્માતોને રોકી શકાય એ માટે કોઇ કાર્યવાહી કરાઈ નથી તેવું સ્થાનિકોનું કહેવું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.