વલસાડ: આજે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીના વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો વલસાડ જિલ્લાના છ તાલુકાઓમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ દરેક જિલ્લાઓમાં નોંધાયો છે. 12 કલાકમાં સરેરાશ છ તાલુકાઓમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 6.7 ઇંચ જેટલો ખાબક્યો છે. જેને પગલે અનેક નદી નાળાઓ ઉભરાયા છે. નીચાણ વાળા બ્રિજો ઉપરથી વરસાદી પાણી ફરી વળ્યા છે. જેને પગલે અનેક રોડ રસ્તાઓ બંધ થઈ ગયા છે.
48 જેટલા રસ્તાઓ: તાલુકા પંચાયત માર્ગ મકાન વિભાગની યાદીના જણાવ્યા મુજબ કુલ 48 જેટલા રસ્તાઓ વરસાદી પાણી ભરાવાને કારણે બંધ થયા છે. વલસાડ તાલુકા પંચાયત માર્ગ અને મકાન વિભાગની એક યાદીમાં જણાવ્યા અનુસાર આજે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પડેલા અવિરત વરસાદને કારણે સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં નોંધાયો છે. કપરાડા અને ધરમપુર તાલુકો દક્ષિણ ગુજરાતમાં ચેહરાપુંજી ગણવામાં આવે છે. જ્યાં સૌથી વધુ વરસાદ નોંધાય છે જેને પગલે નદી નાડાઓ છલકાતા અનેક જગ્યાઓ પર બનેલા વેચાણ વાળા કોઝવે કમ ચેકડેમ ઉપરથી નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે રોડ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે. માર્ગ અને મકાન વિભાગના કુલ 48 જેટલા રસ્તાઓ છ તાલુકાઓમાં બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં સૌથી વધુ 20 જેટલા માર્ગો કપરાડા તાલુકામાં બંધ હોવાનું જાણવા મળ્યું છે.
કેટલા રસ્તા બંધ: વલસાડ તાલુકામાં કુલ 14 જેટલા માર્ગ અને મકાન વિભાગના માર્ગો ઓવરટોપિન્ગને કારણે બંધ થઈ જવા પામ્યા છે. ધરમપુર તાલુકામાં કુલ 12 જેટલા માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા આ માર્ગો ઉપર પણ વાહન વ્યવહાર બંધ છે. કપરાડા તાલુકામાં સૌથી વધુ 20 જેટલા માર્ગો ઓવરટોપિન્ગને કારણે બંધ થયા છે. પારડી તાલુકામાં માત્ર બે માર્ગ બંધ છે જ્યારે ઉમરગામમાં માત્ર એક જ માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા તે હાલ બંધ રાખવામાં આવ્યો છે.
રોડ બંધ: કપરડા તાલુકામાં અરણાઇ થી કુંડા ધામણી રોડ, લવકર વરવઠ ખડકવાડ રોડ, વાર્તા મનાલા સીલધા રોડ, કેતકી કસ્તુનીયા રોડ, ગિરનારા નીલુંગી રોડ, વડોલી માંજરી ફળિયા રોડ, અંબેટી ખરેડા ફળિયા રોડ, વારોની જંગલ હેદલબારી દહીં ખેડ કરચોન્ડ બુરવડ,પીપરોની નિશાલ ફળીયા થી બરમબેડા રોડ,ઘાણવેરી અસલકાતી સુલીયા રોડ,મેંણધા પારસ પાડા રોડ,બિલોનીયા એપ્રોચ રોડ,દહીંખેડ બુરવડ એપ્રોચ રોડ,ટુકવાડા મુખ્યશાળા થી ધારણ માળ રોડ,ટેરિચિખલી પાટીલ ફળીયા રોડ,આસલોના મુખ્ય માર્ગ થી ગારડોનીયા ફળીયા તરફ જતો રોડ,બુરલા માલ ફળીયા થી રંધા બોર્ડર ને જોડતો રોડ,દહીંખેડ કરચોડ બુરવડ રોડ,આંબા જંગલ ગોડાઉન ફળીયા રોડ નો સમાવેશ થાય છે.