ETV Bharat / state

વલસાડ: સુગર ફેકટરી હાઈવે ઉપર અકસ્માતમાં 4ના મોત, દોઢ વર્ષના બાળકનો બચાવ - Accident between trailer and bike in Valsad

વલસાડ નેશનલ હાઇવે 48 પર સુગર ફેકટરી બ્રિજ નજીક બાઈક પર જઇ રહેલા પતિ, પત્ની અને ત્રણ બાળકી સહિત 5ને એક કન્ટેનર ચાલકે ટક્કર મારતા પતિ પત્ની અને બે બાળકીઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે દોઢ વર્ષીય બાળકીને ઇજાઓ થતા તેને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગે પોલીસને જાણ થતા જિલ્લા એસ.પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.

etv bharat
સુગર ફેકટરી હાઈવે ઉપર અકસ્માતમાં 4ના મોત
author img

By

Published : Sep 4, 2020, 8:07 PM IST

વલસાડ: વલસાડ નેશનલ હાઇવે 48 પર સુગર ફેકટરી બ્રિજ નજીક બાઈક પર જઇ રહેલા પતિ, પત્ની અને ત્રણ બાળકી સહિત 5ને એક કન્ટેનર ચાલકે ટક્કર મારતા પતિ પત્ની અને બે બાળકીઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે દોઢ વર્ષીય બાળકીને ઇજાઓ થતા તેને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

etv bharat
સુગર ફેકટરી હાઈવે ઉપર અકસ્માતમાં 4ના મોત

ઘટનાની ગંભીરતા જોતા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતકની બાઈકમાંથી થેલી મળી આવી હતી. જેમાં એક આઈ કાર્ડ મળી આવ્યું હતું. જેમાં અજય દલપત ભાઈ હરિજન જે ગણદેવીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે મૃતકના પરિવારનો સંપર્ક કર્યો હતો. તેમજ નાની બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

અકસ્માત બાદ ટ્રેલર ચાલક હાઇવે પર ટ્રેલર મૂકી બાજુમાં ઊભો રહી ગયો હતો. પોલીસ આવ્યા બાદ સ્વયં પોલીસ સમક્ષ હાજર થઇને તેણે ઘટના અંગે જાણકારી આપી પોતાનો બચાવ કર્યો હતો. જોકે પોલીસે પ્રાથમિક તપાસ બાદ ટ્રક ચાલકની અટકાયત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.