- ઉદવાડા રેલવે ફાટક આગામી પાંચ દિવસ સુધી બંધ રહેશે
- ચોમાસાની કામગીરીને લઇને લેવાયો નિર્ણય
- આગામી 23 થી 27 તારીખ સુધી રાત્રે બંધ રાખવાનો નિર્ણય
વલસાડઃ ઉદવાડા ગામ કિકરાલા, રેટ લાવ કોલક જેવા અનેક ગામોના લોકો માટે હાઈવે ઉપર આવું હોય તો જીવાદોરી સમાન ઉદવાડા રેલવે ફાટક ક્રોસ કરવાની ફરજ પડે છે. જોકે, ચોમાસાની કામગીરીને લઇને રેલવે ફાટક આગામી તારીખ 23 થી લઈને 27 સુધી રાત્રિના સમયમાં બંધ રાખવાનું નક્કી કર્યું છે. રાત્રી દરમિયાન લોકોને મુશ્કેલી વેઠવી પડશે તેવું જણાઈ રહ્યું છે. ઉદવાડા ફાટક તારીખ 23 ના રોજથી રાત્રિના 9:00 થી 6:00 કલાક સુધી રેલવેની વિશેષ કામગીરીને કારણે બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ઉદવાડા રેલવે ફાટક આગામી પાંચ દિવસ સુધી બંધ રહેશે લોકો માટે ખૂબ જ જીવાદોરી સમાન બનેલો ઉદવાડા રેલવે ફાટક પાંચ દિવસ માટે રેલવે દ્વારા સમારકામની કામગીરીને લઇને રાત્રીના સમય દરમિયાન બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. તારીખ 23 જૂનથી 27 જૂન સુધી પાંચ દિવસ રેલવે ફાટક રાત્રીના ૯ થી 6:00 કલાક સુધી બંધ રહેશે. જોકે રાત્રી દરમિયાન જો કોઈપણ વાહન ચાલકે હાઇવે ઉપર જવું હોય તો બગવાડા સારણ થઈને જવું પડશે અથવા તો પારડી ઉમરસાડી દેસાઈ વાડ ફાટક ક્રોસ કરીને જવાની ફરજ પડશે. મહત્વનું છે કે, સુરતથી દમણ તરફ જનારા અનેક લોકો ઉદવાડા ફાટક થઈને પાતળિયા ચેક થઈ દમણ જતા હોય છે. જોકે દિવસ દરમિયાન રેલવે આ ફાટક ખુલ્લુ રાખવાનું નક્કી કરવામાં આવતા દિવસના પસાર થનારા લોકો માટે રાહત છે, પરંતુ રાત્રી દરમિયાન જો કોઈ ઇમરજન્સી આવે તો તેવા સમયમાં લોકોને લાંબો ચકરાવો કાપવાની ફરજ પડશે.આગામી દિવસમાં આવી રહેલા ચોમાસાને ધ્યાને લઇ રેલવે દ્વારા ફાટક ઉપર મુકવામાં આવેલા કેટલાક બ્લોક અને કેટલીક ટેક્નિકલ કામગીરી કરવાની થતી હોય જેને લઈને રેલવે દ્વારા રાત્રી દરમિયાન આ ફાટક બંધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.