વાપી: વલસાડ જિલ્લાના વાપીમાં કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આ પહેલા વલસાડ જિલ્લામાંથી 6 કોરોના પોઝિટિવ કેસ નીકળ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું સુરત હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું હતું. આ સાથે બાકીના 4 દર્દીઓ કોરોના મુક્ત બન્યા હતા. બલિઠાના છેલ્લા દર્દીનો રિપોર્ટ પણ નેગેટિવ આવતા તેને થોડા દિવસોમાં રજા આપવાની હિલચાલ થઇ રહી હતી. એવામાં ફરી બે યુવકોને કોરોનાનો પોઝિટિવ કેસ નીકળતા વાપીવાસીઓમાં ફરી ડરનો માહોલ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વાપીની જનસેવા કોવિડ હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા અને પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં રહેતા યુવાનમાં કોરોના લક્ષણો દેખાતા તેમના સેમ્પલ લેવામા આવ્યાં હતાં, જે સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. એ જ રીતે વાપીના ગોદાલ નગર વિસ્તારમાં રહેતો યુવાન. જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, તેને પણ સામાન્ય તકલીફ જણાતા તેના સેમ્પલ પણ કોરોના પોઝિટિવ આવ્યાં છે. આમ લોકડાઉન ખુલવાના ટાણે જ વાપીમાં એક જ દિવસમાં બે કોરોના પોઝિટિવ દર્દી સામે આવ્યા છે.
વલસાડ જિલ્લો ફરી કોરોનાગ્રસ્ત, વાપીમાં 2 પોઝિટિવ કેસ - coroan case in vapi
વલસાડ જિલ્લાના વાપીની જનસેવા કોવિડ હોસ્પિટલના લેબ ટેક્નિશયન સહિત 2 યુવકોના કોરોના પોઝિટિવ કેસ સામે આવતા વાપીવાસીઓનું ગ્રીન ઝોનનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. બંને યુવાનના કોરોના પોઝિટિવ આવ્યા બાદ તંત્ર હરકતમાં આવી કામગીરી શરૂ કરી છે.