ETV Bharat / state

પારડીમાં આફતને અવસરમાં પલટી એક યોગા ટીચરે શરૂ કર્યો રસોઈની વાનગીઓનો વ્યવસાય

સમગ્ર વિશ્વને પોતાની ચપેટમાં લેનારા કોરોના વાઈરસની મહામારીમાં થયેલા lockdownમાં અનેક લોકોના ધંધા-રોજગાર પડી ભાંગ્યા હતા. પરંતુ મહિલાઓએ પોતાની પ્રતિભાને આફતને અવસરમાં પલટી લીધી હતી. અનેક મહિલાઓએ આ lockdownમાં નવું શીખી છે ત્યારે પારડી ખાતે જૈન સ્ટેટમાં રહેતા એક મહિલા જેવો વ્યવસાય યોગા ટીચર છે. પરંતુ lockdownમાં તેમના યોગા ક્લાસ બંધ થતાં તેમણે પોતાની રસોઈ અને પાક કલાને વિકસાવી હતી. જોતજોતામાં પારડી પંથકમાં તેઓ પોતાની રસોઈની વાનગીઓનો વ્યવસાય શરૂ થઈ ગયો. તેમને લોકો કુકરની સીટી કે પેટપૂજા જેવા નામે ઓળખતા થયા છે. તેઓ પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન એમ દરેક પ્રકારની વાનગી બનાવે છે. lockdownમાં અનેક લોકો તેમને ફોન ઉપર ઓર્ડર આપતા અને હવે ધીરે ધીરે તેમનો આ વ્યવસાય આગળ વધ્યો છે. વિશ્વ મહિલા દિવસે આવી પ્રતિભાશાળી મહિલા અને વ્યક્તિત્વને બિરદાવવી જોઈએ.

સોશિયલ મીડિયા પર તમામ પ્રકારની વાનગીના ફોટો અને વિડીયો બનાવી મૂકતાં હતા

author img

By

Published : Mar 8, 2021, 9:01 PM IST

  • બકુલાબેન યોગા ટીચર અને મેડીટેશન ક્લાસ ચલાવતા હતા
  • lockdown આવતા યોગા અને મેડીટેશન ક્લાસ બંધ થયા
  • lockdownમાં બકુલાબેને ઘરમાં જ વાનગીઓ બનાવી ઓર્ડર લેવાના શરૂ કર્યા
  • સોશિયલ મીડિયા પર તમામ પ્રકારની વાનગીના ફોટો અને વિડીયો બનાવી મૂકતાં હતા
  • લોકો સામેથી તેમને ઓર્ડર આપવા લાગ્યા

વલસાડઃ પારડી ખાતે આવેલા જૈન સ્ટેટમાં રહેતા બકુલાબેન પારેખ છેલ્લા કેટલાક સમયથી યોગાભ્યાસ ચલાવી રહ્યા હતા અને તેઓ અનેક લોકોને મેડિટેશન તથા યોગા ક્લાસ કરાવી રહ્યા હતા. પરંતુ કોરોનાની મહામારીને લઈને અચાનક થયેલા lockdownમાં તેમના વ્યવસાયને સીધી અસર પડી હતી ત્યારે lockdown દરમિયાન ઘરની બહાર ના નીકળી શકતા બકુલાબેન પોતે રસોઈની રાણી હોય વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી તેમના પુત્રોને જમાડતા હતા. વાનગીના ફોટાઓ સોશ્યલ મીડિયામાં મુકતા લોકો સામેથી તેમને ઓર્ડર આપવાનું શરૂ કર્યું હતું. આમ ધીમે ધીમે તેઓ વાનગીના વ્યવસાય સાથે જોડાઈ ગયા

lockdownમાં બકુલાબેને ઘરમાં જ વાનગીઓ બનાવી ઓર્ડર લેવાના શરૂ કર્યા

આ પણ વાંચોઃ ભુજમાં નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

કુકરની સીટીથી ઓળખાય છે ઘર

સમગ્ર lockdownના પાંચ-છ મહિના દરમિયાન તેઓના ઘરમાં અનેક વાનગીઓના ઓર્ડર લેવામાં આવતા હતા અને લોકો ઓનલાઈન કે ફોન ઉપર તેમને વાનગીના ઓર્ડર આપતા હતા. સમગ્ર દિવસ દરમિયાન સાંજ સુધી તેમના ઘરમાં કુકરની સીટીઓ પડતી રહેતી હતી એટલે કે lockdown દરમિયાન ઘણી બધી વખત તેમના ઘરમાં કૂકરની સિટીઓ વાગતી હોવાથી આસપાસના લોકો તેમને ઘરને કુકરની સીટી તરીકે ઓળખવા માંડયા હતા અને આજે પણ ઘણા લોકો તેમને કુકરની સીટી તરીકે ઓળખાવે છે. lockdown દરમિયાન તમામ હોટેલો રેસ્ટોરન્ટો બંધ હોવાથી વિવિધ વાનગીઓના ફોટો સોશિયલ મીડિયામાં મુકતા અને લોકો તેમને સામેથી કોલ કરતા હતા

આ પણ વાંચોઃ પાલનપુરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો આશાવર્કર બહેનોએ કર્યો વિરોધ

બકુલાબેન વિવિધ પ્રકારની વાનગીઓમાં મહારથ ધરાવે છે

lockdownના છ માસ દરમિયાન બકુલાબેન વિવિધ પ્રકારની વાનગીઓ લોકોને પીરસવાનું શરૂ કર્યું હતું અને ધીમે ધીમે વિવિધ વાનગીઓમાં તેમને હથોટી આવી ગઈ હતી. આજે પણ પંજાબી, ચાઈનીઝ, ગુજરાતી અને સાઉથ ઈન્ડિયન જેવી વિવિધ વાનગીઓ તેમના ઘરમાં આસાનીથી ઓર્ડર કરવાથી મળી જતી હોય છે અને હવે ધીરે ધીરે તેમનું આ વ્યવસાય મોટું સ્વરૂપ લેતો થયો છે એટલે કે લગ્ન પ્રસંગો અને પાર્ટીના ઓર્ડર પણ તેમને ધીરે ધીરે મળવા લાગ્યા છે. આમ એક મહિલા દ્વારા કોરોનાના કાર્ડમાં આફતને અવસરમાં પલટી પોતાનો એક વ્યવસાય છોડી પાક કલાના ક્ષેત્રમાં આગળ વધી પોતાનો નવો વ્યવસાય ઘડી કાઢવામાં પ્રથમ પગલું ભર્યું હતું અને તેઓ સફળ રહ્યા હતા. આજે મહિલા દિવસે તેમણે અનેક મહિલાઓને પોતાનો મેસેજ પણ આપ્યો હતો અને ક્યારે પણ કોઈ મહિલાએ હાર ન માનવી જોઇએ તેમ તેમણે મક્કમપણે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.