ETV Bharat / state

River Link Project in Gujarat : 14 જિલ્લાના આદિવાસી રિવર લિંકનો વિરોધ કરવા ગાંધીનગર પહોચશે :અનંત પટેલ - Tribal community opposes River Link

કપરાડામાં રિવર લિંક પ્રોજેક્ટને લઈને (River Link Project in Gujarat) આદિવાસી સમાજ દ્વારા વિરોધ રેલી યોજાઈ હતી. આ ઉપરાંત તેવું જાણવા મળ્યું છે કે, 25 માર્ચના રોજ દક્ષીણ ગુજરાતના 14 જિલ્લા માંથી આદિવાસી સમાજની (Tribal community opposes River Link) જંગી જનમેદની નર્મદા તાપી રિવર લીકના વિરોધને લઈને ગાંધીનગરમાં ધામા નાખશે.

River Link Project in Gujarat : 14 જિલ્લાના આદિવાસી રિવર લિંકનો વિરોધ કરવા ગાંધીનગર પહોચશે :અનંત પટેલ

author img

By

Published : Mar 22, 2022, 10:55 AM IST

વલસાડ : પૈખેડ અને ચાસ માંડવામાં સૂચિત ડેમને લઈને આદિવાસી સમાજ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત કપરાડા મુખ્ય મથક ખાતે હોટલની સામે આવેલા મેદાનમાં વિરોધ રેલી (Protest Rally in Kaprada) યોજાઈ હતી. જેમાં ધરમપુર, ડાંગ, આહવા, વઘઇ, ડોલવણ, કપરાડા જેવા અનેક વિસ્તાર માંથી આદિવાસી સમાજની જંગી જનમેદની ઉમટી વિરોધ રેલી કરી હતી. આદિવાસી સમાજ માંગણી કરી કે જ્યાં સુધી સરકાર સૂચિત ડેમ અંગે શ્વેતપત્ર જાહેર નહિ કરે ત્યાં સુધી આદિવાસી સમાજ દ્વારા તેનો વિરોધ ચાલુ રહેશે.

14 જિલ્લાના આદિવાસી રિવર લિંકનો વિરોધ કરવા ગાંધીનગર પહોચશે :અનંત પટેલ

4 હજાર પરિવારો બે ધર - ધરમપુરના ચાસમાંડવા ગામે તેમજ મૌખિક ગામે નર્મદા તાપી રિવર લિંક (River Link Project in Gujarat) અંતર્ગત ડેમ બનનાર છે. જેને લઈને ચાર હજારથી વધુ પરિવારો વિસ્થાપિત થાય એવી શક્યતા છે. જેને લઇને છેલ્લા કેટલાક સમયથી વિવિધ આદિવાસી સમાજના સંગઠન દ્વારા એકજુટ થઈને પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ધરમપુર ડાંગ વગઈ તાપીમાં રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું. તે બાદ આજે વલસાડ જિલ્લાના કપરાડા ખાતે જંગી જનમેદની સાથે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે અને સુચિત ડેમનો વિરોધ (Opposition to the Proposed Dam) કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Dam protest in Dharampur: ધરમપુરમાં ડેમ વિરોધની રેલીમાં લોકોનું ઘોડાપુર ઉમટ્યું

નેતાઓએ સ્ટેજ પર કબજો જમાવ્યો - વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા આદિવાસી વિસ્તારના લોકો તેમને પગલે સ્થળાંતર ન કરવું પડે તેવા હેતુથી વિરોધ કરી રહ્યા છે. અને વિવિધ આદિવાસી સંગઠનો તે માટે ગામોમાં જઈને રાત્રિ બેઠકોનું પણ ચલાવી રહ્યા છે. જો કે જે અંતર્ગત આદિવાસી સમાજમાંથી આવતા આગેવાન અનંત પટેલની આગેવાનીમાં સૂચિત ડેમનો વિરોધ કરાઇ રહ્યો છે. ત્યારે આજે કપડાં અને રેલીમાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ જોવા મળ્યા હતા. જેમાં ડોક્ટર તુષાર ચૌધરી, પુનાજી ગામીત, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, કોંગ્રેસના અગ્રણી અને પીઢ નેતા ગૌરાંગ પંડ્યા, જેવા અનેક નેતાઓ વિરોધ અને સમર્થનમાં માટે જોવા મળ્યા હતા.

પ્રચંડ વિરોધ માટે ગાંધીનગરમાં રેલી - આગામી 25 માર્ચના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે દક્ષિણ ગુજરાતના 14 જિલ્લા માંથી આદિવાસી સમાજની જંગી જનમેદની નર્મદા તાપી (Protest Over River Link in Gandhinagar) રિવર લિંકના વિરોધમાં પહોંચશે. અને ત્યાં સુધી સરકાર શ્વેતપત્ર જાહેર ન કરે ત્યાં સુધી સતત વિરોધ ચાલુ રહેશે.

આ પણ વાંચો : Sukhram Rathva Statement : કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા અનેક નેતાઓ આજે પણ કોંગ્રેસના સંપર્કમાં છે

"નેતાઓ - રાજકારણીઓ આદિવાસીઓને ગેરમાર્ગે દોરવે" - ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું કે, ગુજરાત સરકારે રજૂ કરાયેલા બજેટમાં પાના નંબર નવ પર 20 ટકા જેટલી રકમ રિવર લિંક પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે. હાલમાં જે નેતાઓ લોકોને ડેમ નહીં બનશે તેવું આશ્વાસન આપી રહ્યા છે. તે સાવ પોકળ સાબિત થાય એમ છે. આદિવાસી સમાજના લોકોને નેતાઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારે ડેમ બનાવવા માટે નક્કી કરી લીધું છે.

કોંગ્રેસના નેતાઓએ સમર્થન જાહેર - આમ, હજારોની જનમેદની વચ્ચે નર્મદા તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધ રેલીનું આયોજન સફળ રહ્યું હતું. જોકે ધીમે પગલે આદિવાસી સમાજની રેલીમાં કોંગ્રેસના (Tribal Society in Valsad) નેતાઓએ સમર્થન જાહેર કરતાં આગામી રેલી કોંગ્રેસ પ્રેરિત બની શકે તેવા સંકેત બને તો નવાઈ નહિ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.