ETV Bharat / state

ધરમપુરમાં પ્રી-મિલિટરી ટ્રેનિંગ એકેડમીના યુવાવો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો - Mangalam Charitable Trust

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે યુવા એકતા પ્રી-મિલેટ્રી ટ્રેનિંગ એકેડમી દ્વારા માનવ આધિકાર દિવસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગ રૂપે વૃક્ષારોપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધરમપુરમાં પ્રી-મિલિટરી ટ્રેનિંગ એકેડમીના યુવાવો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Sep 20, 2020, 11:53 AM IST

વલસાડઃ જિલ્લાના ધરમપુર ખાતે યુવા એકતા પ્રી-મિલેટ્રી ટ્રેનિંગ એકેડમી દ્વારા પર્યાવરણ દિવસ માનવ આધિકાર દિવસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગ રૂપે ધરમપુર ખાતે આવેલા ITI પટાંગણમાં વૃક્ષારોપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધરમપુરના દશેરા પાર્ટી ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ કરવામાં આવેલા યુવા એકતા મિલેટ્રી ટ્રેનિંગ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા યુવા મિત્રો દ્વારા પર્યાવરણ દિવસ માનવ અધિકાર દિવસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70 માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ધરમપુરના ITI ના પટાંગણમાં 70થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

ધરમપુરમાં પ્રી-મિલિટરી ટ્રેનિંગ એકેડમીના યુવાવો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના નીલમ ભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગનો ખતરો મંડરાઇ રહ્યો છે. જેને લઇને હવા પાણીનું પ્રદૂષણ વધી રહ્યુ છે. આ સમગ્ર સમસ્યાને દૂર કરવા માટે માત્ર વૃક્ષો જ એક તેનો ઉપાય છે અને જે માટે લોકોએ જંગલ અને વૃક્ષોનું જતન કરવું જોઈએ.

નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં ભારતીય સેનામાં પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનોને શારીરિક અને માનસિક રીતે તૈયાર કરવા માટે યુવા એકતા પ્રી-મિલેટ્રી ટ્રેનિંગ એકેડમી શરૂ કરવામાં આવી છે. જેમાં નિઃશુલ્ક પણે ધરમપુર કપરાડા આહવા-ડાંગ અને વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી યુવાનો આ પ્રશિક્ષણ લેવા માટે જોડાઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.