ETV Bharat / state

વલસાડની Bharat Stone Quarryમાં 50 ફૂટ ઉપરથી નીચે પટકાતા મજુરનું કરૂણ મોત - Valsad News

કપરાડા તાલુકાના કાકડકોપર ગામે ડુંગરી ફળિયામાં આવેલી Bharat Stone Quarryમાં 50 ફૂટ ઉપરથી એક મજૂર નીચે પટકાતા ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ મજુરનું કરૂણ મોત નિપજ્યું છે. જોકે આ અંગે મૃતકના સાથીએ નાનાપોઢા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.

Gujarat News
Gujarat News
author img

By

Published : Jun 10, 2021, 8:25 PM IST

  • 50 ફૂટ ઉપરથી ક્વોરીમાં નીચે પટકાતા મજુરના મોત અંગે ઉઠ્યા અનેક સવાલો
  • મૂળ ઓરિસ્સામાં રહેતો 29 વર્ષીય યુવાન Bharat Stone Quarryમાં મજૂરી કામ કરતો હતો
  • મોડી સાંજે બની Stone Quarryમાં ઘટના

વલસાડ : કપરાડા તાલુકાના કાકડકોપર ગામે ડુંગરી ફળિયામાં આવેલી Bharat Stone Quarryમાં કામ કરતા અજયકુમાર ઈટુવા ઓરમ મૂળ રહેવાસી ઓરિસ્સા. જે છેલ્લા કેટલાક સમયથી Bharat Stone Quarryમાં મજૂર તરીકે કામગીરી કરી રહ્યો હતો. મંગળવારે મોડી સાંજે Bharat Stone Quarryમાં કામ કરી રહેલો અજય કુમાર પગ સ્લીપ થઈ જતા 50 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો.

Bharat Stone Quarryમાં 50 ફૂટ ઉપરથી નીચે પટકાતા મજુરનું કરૂણ મોત

આ પણ વાંચો: રાજકોટમાં પિતાના હાથે જ કચડાઈ ગયો પુત્ર, જંગવડમાં વાડીમાં સૂતેલાં બાળક ઉપર ટ્રેકટર ફરી વળ્યું

50 ફૂટથી નીચે પટકાતા ગંભીર ઈજાઓથી મોત

મજુરને હાથ-પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. આ ઘટના અંગેની જાણકારી નાનાપોઢા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તેનું પંચનામું કર્યા બાદ મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

વલસાડ
વલસાડ

આ પણ વાંચો: ગોંડલના યુવાનની હત્યાના આરોપીઓને હરિદ્વારથી ઝડપી પાડતી પોલીસ

મૃતદેહને પોસ્ટમોર્ટમ કર્યા બાદ ઓરિસ્સા માટે રવાના કરાયો

Bharat Stone Quarryમાં બનેલી ઘટના નામ મોતને ભેટેલા મજુરના મૃતદેહને પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેના ગામ ઓરિસ્સા ખાતે રવાના કરવામાં આવી હતી. મજુર છેલ્લા કેટલાક સમયથી આ Quarryમાં મજુરી કામ કરી રહ્યો હતો. હાલ તો આ સમગ્ર બાબતે નાનાપોઢા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, સમગ્ર ઘટના કઇ રીતે બની તે અંગે પોલીસ ચોપડે માત્ર પગ સ્લીપ થયો હોવાની માહિતી રજૂ કરવામાં આવી છે, ત્યારે 50 ફૂટ ઉપર આ મજુર શું કામ કરી રહ્યો હતો અને કયાં કારણથી તે નીચે પટકાયો તે અંગે હજુ સુધી રહસ્ય અકબંધ છે. હાલ તો આ સમગ્ર બાબતે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.