ETV Bharat / state

વલસાડ દાણા બજારના વેપારીઓને કરોડોનું અનાજ ગયું પાણીમાં - ગુજરાતના નાણાપ્રધાન

વલસાડમાં ચાર દિવસને કારણે ઔરંગા નદીમાં પૂર(Valsad Auranga River Flooding ) આવ્યું હતું. જેથી નીચાણવાળા વિસ્તાર તહેસ મહેસ થઇ ગયા હતા. જેમાં અધૂ અસરગ્રસ્ત વિસ્તાર છીપવાડ વિસ્તાર હતો. આ વિસ્તારમાં દાણા બજાર(Valsad Traders Grain Market) આવેલું છે. આ સાથે કરિયાણાના હોલસેલ દુકાનો પણ હતી. જેને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

વલસાડ દાણા બજારના વેપારીઓને કરોડોનું અનાજ ગયું પાણીમાં

author img

By

Published : Jul 15, 2022, 8:25 PM IST

વલસાડ: શહેરમાંથી વહેતી ઔરંગા નદીમાં ચાર દિવસ સતત પુરના(Valsad Auranga River Flooding ) પાણી આવતા વલસાડ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેમાં વધુ પ્રમાણમાં નુકસાન છીપવાડ વિસ્તારમાં(Valsad Chhipwad area) આવેલા દાણા બજારમાં(Valsad Traders Grain Market) જ્યાં અનાજ કરિયાણાના હોલસેલ દુકાનદારોની દુકાનો આવેલી છે. તે વિસ્તારમાં થયા છે.

છેલ્લા આઠ વર્ષમાં જેટલું પાણી નહોતું આવ્યું તેટલું આ વર્ષે પાંચ દિવસમાં વરસાદ પડતા બજારમાં ભરાયું છે અનેક ની દુકાનોમાં વરસાદી પાણી ફરી વળતા માં મુકેલા અનાજના કટ્ટાઓ પાણીમાં પલળી ગયા છે

અનાજનો માલ સામાન વરસાદી પાણીમાં પલળી ગયો - અનેક દુકાનોમાં આઠથી દસ ફૂટ સુધી વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેને પગલે દુકાનોમાં રાખેલો અનેક અનાજનો માલ સામાન વરસાદી પાણીમાં પલળી ગયો છે. કરોડો રૂપિયાનું નુકસાન વલસાડના વેપારીઓને( Valsad Merchants in Loss) થયું છે. જો કે પલળી ગયેલો મોટાભાગનો માલ વેપારીઓએ ઓરંગા નદીમાં પધરાવી દેવાની નોબત આવી છે.

આ પણ વાંચો: ભારે વરસાદના કારણે અનેક પંથકમાં 'બત્તી ગૂલ મીટર ચાલુ'

છેલ્લા આઠ વર્ષમાં જેટલું પાણી ન હતું તે આ પાંચ દિવસમાં - વલસાડમાં છીપવાડ દાણા બજાર વિસ્તારમાં મોટાભાગે અનાજ કરિયાણાની હોલસેલની દુકાનો આવેલી છે. જ્યાં આગળ અનેક વેપારીઓ કેટલાય વર્ષોથી વેપાર કરે છે. જો કે સામાન્ય વરસાદ પડતા જ નીચાણવાળા ક્ષેત્રોમાં વરસાદી પાણી આવે છે, પરંતુ છેલ્લા આઠ વર્ષમાં જેટલું પાણી નહોતું આવ્યું તેટલું આ વર્ષે પાંચ દિવસમાં વરસાદ પડતા બજારમાં ભરાયું છે.

પલળેલા અનાજ વેપારીઓએ ઓરંગા નદીમાં પધરાવ્યું - અનેકની દુકાનોમાં વરસાદી પાણી ફરી વળતામાં મુકેલા અનાજના કટ્ટાઓ પાણીમાં પલળી ગયા છે. જેના કારણે હવે આ પલાળેલા અનાજ કોઈપણ સ્થળે કામ આવી શકે તેવું રહ્યું નથી. તેથી આવું પલળેલી અનાજ વેપારીઓએ ઓરંગામાં નદીમાં પધરાવવાનું જ બહેતર બન્યું છે.

દાણા બજારના ઉત્તર અને પૂર્વમાંથી ઔરંગાના વરસાદી પાણી ફરી વળ્યા - વલસાડના છીપવાડ દાણા બજાર વિસ્તારમાં ઔરંગા નદીનો તટ પણ નજીક જ આવેલો છે. જેના કારણે ઔરંગા નદીમાં પૂર આવતાની સાથે જ અનેક વિસ્તારોમાં નદીનું પાણી ફરી મળે છે. વેપારીના જણાવ્યા અનુસાર ઔરંગા નદીના પૂર્વ અને ઉત્તર વિસ્તારમાંથી વધુ પ્રમાણમાં નદીનું પાણી આવતાં જ અનેક દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય છે. જેના કારણે ચોમાસા દરમિયાન વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગત ચાર દિવસમાં પડેલા ભારે વરસાદમાં પણ દુકાનોમાં આઠથી દસ ફૂટ જેટલા પાણી ફરી વળ્યા હતા જેના કારણે અનેક દુકાનદારોને મુશ્કેલી પડી રહી છે.

પાણી ઓસર્યા પરંતુ કાદવ કીચડ વધુ પ્રમાણમાં - ઔરંગા નદીનું જળ સ્તર(Water Level Auranga River) ઘટતા વેચાણ વાળા વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી ઓસરી ગયા છે, પરંતુ તે બાદ વરસાદી પાણી ભરાવાને કારણે અનેક જગ્યા પર જોવા મળી રહ્યો છે. મુખ્ય માર્ગો ઉપર પણ પુષ્કળ પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હાલ તો પાલિકા દ્વારા સાફ-સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરત એસએમસી ખાતેથી એક વિશેષ ટીમ સાફ સફાઈ માટે બોલાવવામાં આવી છે. તેમના દ્વારા પણ સાફ-સફાઈ કરવામાં આવી રહ્યા છે, પરંતુ પાણી ઓસરિયા બાદ નુકસાનીનો મંજર દુકાનદારોના આંખમાં પાણી લાવી દે તેવો છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં વરસાદી પૂરના પાણીએ પાકનું થયું ધોવાણ

નાણા પ્રધાનએ દાણા બજારની મુલાકાત લીધી - ગુજરાતના નાણાપ્રધાન(Finance Minister of Gujarat) કનુભાઈ દેસાઈએ આજે વલસાડના અસરગ્રસ્ત એવા દાણા બજાર વિસ્તારની મુલાકાત લીધી અને વેપારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા. વેપારીઓને ભારે નુકસાન થયું હોવાનું જાણી તેમણે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, કુદરતી આફત સામે પણ જીક જીલનારા વેપારીઓ ખરેખર સહનશીલ છે. તેમણે એમ પણ કહ્યું કે, વેપારીઓને વળતર મળે તે માટે તેઓ આગામી દિવસમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરી ઘટતું કરશે.

વેપારીઓની હાલત કફોડી બની - વલસાડ શહેરના છીપવાડ દાણા બજાર વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળવાના કારણે થયેલા નુકસાન બાદ વેપારીઓની હાલત કફોડી બની છે વરસાદમાં પલળી ગયેલો મોટા ભાગનો માલ સામાન ઓરંગા નદીમાં પધરાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહ્યો નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.