ETV Bharat / state

વાપીની આ કંપની બનાવે છે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ

author img

By

Published : Dec 18, 2019, 4:35 PM IST

Updated : Dec 21, 2019, 5:22 PM IST

વાપી: એક સમયે પેપરમિલમાંથી નીકળતો વેસ્ટ પ્લાસ્ટિક કચરો માથાનો દુખાવા સમાન હતો. જેને ઉદ્યોગકારો ડમ્પીંગ સાઈટમાં ઠાલવતા હતાં અથવા તો સળગાવી દેતા હતાં. પરંતુ, હવે વાપીમાં આવેલી બેસ્ટ પેપરમિલ કંપનીએ તેનો ઉપાય શોધી કાઢ્યો છે. આ પેપરમિલ પ્લાસ્ટિક વેસ્ટને બહાર ફેંકવાને બદલે તેમાંથી છતના પતરા અને ફર્નિચરની શીટ બનાવી વધારાની કમાણી સાથે પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પહેલમાં સહભાગી થઈ રહી છે.

કંપની બનાવે છે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ
કંપની બનાવે છે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ

વાપીમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી સાથે પેપર ઇન્ડસ્ટ્રી પણ આવેલી છે. આ પેપરમિલમાં મોટાપાયે વિદેશમાંથી વેસ્ટ પેપરની આયાત કરી તેને પલ્પમાં ફેરવી તેમાંથી રિસાયકલ પેપર બનાવામાં આવે છે. વિદેશથી આવેલા આ પેપરમાં તેનો કેટલોક ભાગ પ્લાસ્ટિકનો પણ આવતો હોય છે.

વાપીની આ કંપની બનાવે છે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ

મોટાભાગની પેપર મિલ જે તે ડમ્પીંગ સાઈટમાં ઠાલવી કે અન્ય સ્થળે ઠાલવી સળગાવી દેતા હતાં. જેના કારણે પોલ્યુશન ફેલાતું હતું. જે બાદ આ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ગંભીર બન્યું અને તેના યોગ્ય નિકાલ માટે બોઇલર પ્લાન્ટ ધરાવતી સિમેન્ટ ફેક્ટરીઓમાં તેને કોલસાની અવેજીમાં ઇંધણ તરીકે વાપરવાની છૂટ આપી. સિમેન્ટ ફેક્ટરીઓમાં કોલસાના ઈંધણ સામે પ્લાસ્ટિક વેસ્ટ સસ્તું અને વધુ એનર્જી આપતું ઇંધણ સાબિત થયું.

તે દરમિયાન વાપીની બેસ્ટ પેપરમિલ દ્વારા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી કંઈક અનોખું બનાવવાની ટેકનિક જાણી અને છેલ્લા 9 વર્ષથી બેસ્ટ પેપર મિલમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સિમેન્ટના પતરાની જેમ પ્લાસ્ટિકના પતરા અને પ્લાયવુડ શીટની જેમ પ્લાસ્ટિકની શીટ બનાવવામાં આવે છે. પતરા છત માટે તો શીટ ટેબલ, ખુરશી સહિતની અનેક ફર્નિચરની ચીજવસ્તુઓ માટે વપરાય છે અને તે ઇકોફ્રેન્ડલી હોવાને કારણે તેની દિવસે દિવસે માગ પણ વધી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વેસ્ટ પ્લાસ્ટિકમાંથી જે પ્રોડક્ટ બનાવવામાં આવે છે તેમાં હાલ માત્ર વિદેશથી આયાત કરેલા પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ થાય છે. ઘરેલુ પ્લાસ્ટિકમાં અનેક પ્રકારની ચીજવસ્તુઓ મિક્સ હોવાને કારણે તેનું ગ્રેડિંગ કરવું મુશ્કેલ છે. પરંતુ જો તેમાં યોગ્ય ટેક્નિક સાથે ગ્રેડિંગ કરવામાં આવે તો આગામી દિવસોમાં ઘરેલુ પ્લાસ્ટિકનો પણ રિસાયકલ પ્રોડક્ટ તરીકે ઉપયોગ કરી શકાય તેમ છે.

Intro:story approved by vihar sir

location :- vapi

વાપી :- વાપીમાં એક સમયે પેપરમિલમાંથી નીકળતો વેસ્ટ પ્લાસ્ટિક કચરો માથાનો દુખાવો હતો. જેને ઉદ્યોગકારો ડમ્પીંગ સાઈટમાં ઠાલવતા હતાં અથવા તો સળગાવી દેતા હતાં. પરંતુ હવે વાપીમાં આવેલી બેસ્ટ પેપરમિલે આનો ઉપાય શોધી કાઢ્યો છે. આ પેપરમિલ પ્લાસ્ટિક વેસ્ટને બહાર ફેંકવાને બદલે તેમાંથી છતના પતરા અને ફર્નિચરની શીટ બનાવી વધારાની કમાણી સાથે પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પહેલમાં સહભાગી થઈ રહી છે.

Body:વાપીમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી સાથે પેપર ઇન્ડસ્ટ્રી પણ આવેલી છે. આ પેપરમિલમાં મોટાપાયે વિદેશમાંથી વેસ્ટ પેપરની આયાત કરી તેને પલ્પમાં ફેરવી તેમાંથી રિસાયકલ પેપર બનાવામાં આવે છે. વિદેશથી આવેલા આ પેપરમાં કેટલોક ભાગ પ્લાસ્ટિકનો પણ આવતો હોય છે. જેને મોટાભાગની પેપર મિલ જે તે ડમ્પીંગ સાઈટમાં ઠાલવી કે અન્ય સ્થળે ઠાલવી સળગાવી દેતા હતાં. જેના કારણે પોલ્યુશન ફેલાતું હતું. જે બાદ આ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ગંભીર બન્યું અને તેના યોગ્ય નિકાલ માટે બોઇલર પ્લાન્ટ ધરાવતી સિમેન્ટ ફેક્ટરીઓમાં તેને કોલસાની અવેજીમાં ઇંધણ તરીકે વાપરવાની છૂટ આપી. સિમેન્ટ ફેક્ટરીઓમાં કોલસાના ઈંધણ સામે પ્લાસ્ટિક વેસ્ટ સસ્તું અને વધુ એનર્જી આપતું ઇંધણ સાબિત થયું.

આ દરમ્યાન વાપીની બેસ્ટ પેપરમિલ દ્વારા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી કંઈક અનોખું બનાવવાની ટેક્નિક જાણી અને છેલ્લા 9 વર્ષથી બેસ્ટ પેપર મિલમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સિમેન્ટના પતરાની જેમ પ્લાસ્ટિકના પતરા અને પ્લાયવુડ શીટ ની જેમ પ્લાસ્ટિકની શીટ બનાવવામાં આવે છે. પતરા છત માટે તો શીટ ટેબલ, ખુરશી સહિતની અનેક ફર્નિચર ની ચીજવસ્તુઓ માટે વપરાય છે. અને તે ઇકોફ્રેન્ડલી હોવાને કારણે તેની દિવસે દિવસે માંગ પણ વધી રહી છે.

જ્યારે વાપીમાં ગુજરાત પેપરમિલ એસોસિએશન ના પ્રમુખ સુનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે વાપીમાં મહિને અંદાજે 1500 ટન પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે. જેનો પહેલા કોઈ ઉપયોગ નહોતો થતો. પરંતુ હવે અમે આ વેસ્ટ સિમેન્ટ ફેક્ટરીઓમાં મોકલીએ છીએ એ સાથે આ પ્લાસ્ટિક વેસ્ટમાંથી ફર્નિચર સહિતની ચીજવસ્તુઓ ઉપરાંત ડીઝલ બનાવવામાં આવે છે. કેરળમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી રોડ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ ટેકનિકનો ઉપયોગ આવનારા સમયમાં વાપીમાં પણ કરવામાં આવે તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. જો આ પ્રયાસ સફળ થશે તો ઘર આંગણે નીકળતું વેસ્ટ પ્લાસ્ટિક ઘર આંગણે જ વપરાશે અને સિમેન્ટ ફેક્ટરીઓમાં મોકવાનું ભાડું પણ બચી શકશે.

આ અંગે બેસ્ટ પેપરમિલના રમેશભાઈ શાહે જણાવ્યું હતું કે તેઓ યુરોપ, અમેરિકા દુબઈ જેવા દેશમાંથી પેપર વેસ્ટ આયાત કરે છે. જેમાં થોડું ઘણું પ્લાસ્ટિક નીકળે છે. જેને GPCB અને CBCB ની ગાઈડલાઇન મુજબ અમ્બુજા, અલ્ટ્રાટેક જેવી સિમેન્ટ ફેક્ટરીઓમાં ઇંધણ તરીકે સપ્લાય કરે છે. પરંતુ, તે સાથે તેમાંથી છતની અને ફર્નિચરની શીટ બનાવી તેનું વેંચાણ પણ કરે છે.

આ વેસ્ટ પ્લાસ્ટિકને પોતાને ત્યાં મશીનમાં 180 ડિગ્રી તાપમાને હિટ કરી ત્યાર બાદ આ પ્રોડક્ટ બનાવવામાં આવે છે. જેનાથી હવે આ પ્લાસ્ટિક વેસ્ટને અન્યત્ર ડમ્પીંગ સાઈટમાં મોકલવાની જફા ટળી છે. તો, ઇંધણ તરીકે તેનો ઉપયોગ થતો હોય, તેમાંથી ફર્નિચર સહિતની ચીજવસ્તુઓ પણ બનતી હોય આગામી દિવસમાં તેની ડિમાન્ડ વધવાની છે.

વધુમાં રમેશ શાહે જણાવ્યું હતું કે આ વેસ્ટ પ્લાસ્ટિકના આ પ્રકારના ઉપયોગથી રોજગારી પણ વધી રહી છે. જો આગામી દિવસોમાં જેતે વિસ્તારની પેપરમિલોને સહિયારો બોઇલર પ્લાન્ટ લગાવવા દેવાની મંજૂરી મળે તો પેપરમિલમાં પણ ઇંધણ ની બચત કરી શકાય તેમ છે.

bite 1, રમેશભાઈ શાહ, ચેરમેન, બેસ્ટ પેપરમિલ, વાપી
bite 2, સુનિલ અગ્રવાલ, પ્રમુખ, ગુજરાત પેપરમિલ એસોસિએશન, વાપી
ptc..... મેરૂ ગઢવી.....

Conclusion:ઉલ્લેખનીય છે કે વેસ્ટ પ્લાસ્ટિકમાંથી જે પ્રોડક્ટ બનાવવામાં આવે છે તેમાં હાલ માત્ર વિદેશથી આયાત કરેલ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ થાય છે. ઘરેલુ પ્લાસ્ટિકમાં અનેક પ્રકારની ચીજવસ્તુઓ મિક્સ હોવાને કારણે તેનું ગ્રેડિંગ કરવું મુશ્કેલ છે. પરંતુ જો તેમાં યોગ્ય ટેક્નિક સાથે ગ્રેડિંગ કરવામાં આવે તો આગામી દિવસોમાં ઘરેલુ પ્લાસ્ટિકનો પણ રિસાયકલ પ્રોડક્ટ તરીકે ઉપયોગ કરી શકાય તેમ છે.
Last Updated : Dec 21, 2019, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.