ETV Bharat / state

બોટલ સાથે પકડાયા તો ખેર નહીં, 31 ડીસેમ્બરને લઈ એક્શન પ્લાન તૈયાર - કોવિડ પ્રોટોકોલ સાથે કાર્યવાહી

31મી ડિસેમ્બરને લઈને ગુજરાત પોલીસ સતર્ક (31st December gujarat Police alert) બની છે. દમણથી દારૂનો નશો કરીને આવતા લોકો માટે ગુજરાત પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. વલસાડ જિલ્લામાં કુલ 39 ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે. ફાર્મ હાઉસ ઉપર રહેશે ચાંપતી નજર રખાશે. પકડાયેલા લોકો સામે કોવિડ ગાઈડલાઈન સાથે કાર્યવાહી કરાશે. (31st December Valsad Police Action plan)

કોવિડ પ્રોટોકોલ સાથે કાર્યવા
કોવિડ પ્રોટોકોલ સાથે કાર્યવા
author img

By

Published : Dec 29, 2022, 7:18 PM IST

વલસાડ: 31મી ડિસેમ્બરને લઈને પોલીસે (31st December gujarat Police alert) એક્શન પ્લાન ઘડી દીધો છે. દારૂનો નશો કરીને આવતા લોકો માટે ગુજરાત પોલીસે તૈયારીઓ કરી લીધી છે. જે માટે વિવિધ ટીમની રચના કરવામાં આવી છે. (31st December Valsad Police Action plan)

કોવિડ પ્રોટોકોલ સાથે કાર્યવાહી: 31 ડિસેમ્બરના (new year celebration) રોજ વિવિધ ચેકપોસ્ટ ઉપરથી નશો કરીને ગુજરાતમાં પ્રવેશ કરનારા ઉપર પોલીસ ચાંપતી નજર રાખશે. પોલીસના હાથે ચડનારાઓને રાખવા માટે દરેક પોલીસ સ્ટેશન દ્વારા હોલ ભાડે રાખવામાં આવ્યા છે અને આ હોલમાં કોવિડ ગાઈડ લાઈન અનુસાર તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બોડીવોર્ન કેમેરા દ્વારા રેકોર્ડિંગ: વાહન ચેકિંગ દરમિયાન નસો કરીને આવનારા કેટલાક લોકો પોલીસની કામગીરીથી કંટાળીને તેઓની સાથે અવ્યવહારું વર્તન કરતા હોય છે આવા લોકોને પાઠ ભણાવવા માટે આ વખતે પોલીસે હાઈ ટેક પદ્ધતિનો ઉપયોગ કર્યો છે એટલે કે હાલમાં જ આપવામાં આવેલા બોડી વોર્ન કેમેરા જે તેઓની વર્દી ઉપર લગાવવામાં આવે છે તેમનો ઉપયોગ કરવામાં આવશે જિલ્લામાં કુલ ૧૪૭ જેટલા બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ભાવનગરમાં વેક્સિન ખલાસ, કોવિડના જોખમ વચ્ચે લોકોનું આરોગ્ય રામભરોસે

39 ચેકપોસ્ટ ઉભી કરાશે: જિલ્લામાં કુલ 39 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવશે અને આ તમામ ચેકપોસ્ટ ઉપર આવતા જતા લોકોનું સઘન ચેકિંગ કરવામાં આવશે. પોલીસ દ્વારા 70 થી 75 તેટલા બ્રેથ એનેલાઇઝર મશીન જે તે ચેકપોસ્ટ અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૂકવામાં આવશે જેથી કરીને તમામ લોકોને નશો કર્યો છે કે નહીં તે અંગેની ચકાસણી કરી શકાય.

આ પણ વાંચો: મહામારીના માર પર આર્થિક માર, કોરોના મેડિકલ ગેજેટ થયું મોંઘું

પોલીસની ટીમ સજ્જ: વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 31 ડિસેમ્બરના રોજ ગ્રામીણ કક્ષાએ વિવિધ ફાર્મ હાઉસ ઉપર પાર્ટીઓનો ધમધમાટ જોવા મળે છે ત્યારે આ વખતે આવી કોઈ પણ પાર્ટીઓ સામે પોલીસ કોઈપણ સમયે ત્રાટકી શકે છે જે માટે દરેક પોલીસ સ્ટેશનમાં બે ટીમો બનાવવામાં આવી છે અને તેમને માહિતી મળતા જ ફાર્મ હાઉસ ઉપર ત્રાટકી પાર્ટી કરનારોના રંગમાં ભંગ પાડી શકે તેમ છે જેથી પાર્ટી કરનારાઓએ ચેતી જવાની જરૂર છે. 31મી ડિસેમ્બરના રોજ નશો કરીને પરત આવનારા લોકો જો પોલીસના હાથે ચડી જાય તો તેવા લોકોને કોવિડ ટેસ્ટ સાથે જ સોશિયલ ડિસ્ટન્સ રાખી હોલમાં બેસાડવામાં આવશે જ્યાં મેડિકલ ટીમ અગાઉથી જ ઉપલબ્ધ રહેશે અને તેમનો કોવિડ ટેસ્ટ કરાવવા છે જે બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. (good bye 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.