ETV Bharat / state

લૂંટની ઘટનાઃ લૂંટારુઓએ મધરાત્રીએ દંપતિને નિશાન બનાવ્યું, મહિલાનું મોઢું દબાવતા મોત - latest news in gujarati

વલસાડના ભૂતસર ગામે મોડીરાત્રીના સુમારે 3 લૂંટારુઓએ વૃદ્ધ દંપતીના ઘરમાં લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જેમાં લૂંટારુઓએ વૃદ્ધ મહિલાનું મોઢું દબાવ્યું હતું. જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

valsad news
લૂંટારુઓએ મધરાત્રીએ દંપતિને નિશાન બનાવ્યું
author img

By

Published : Aug 31, 2020, 10:22 PM IST

વલસાડઃ જિલ્લાના ધરમપુર રોડ પર આવેલા ભૂતસર ગામે રેહતા દીપસિંહ ભાઈ સોલંકી અને રમીલાબેન સોલંકીને ત્યાં મોડીરાત્રે 3 જેટલા લૂંટારુઓ ત્રાટક્યા હતા. તેમના ઘરના પાછળના ભાગમાં આવેલો એક દરવાજો ખુલ્લો રહી જતા લૂંટારુઓ ઘરમાં પ્રવેશ્યા હતા.

valsad news
મૃતક મહિલા

રમીલાબેનને આ લૂંટારુઓની જાણ થતા તેઓ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. ત્યારે લૂંટારુઓએ તેમનું મોઢું દબાવ્યું હતું. જેના કારણે રમીલાબેન બેભાન થઇ ગયા હતા. લૂંટારુઓએ ઘરમાં રાખેલ દાગીના અને રમીલાબેને પહેરેલા દાગીના કાઢી લીધા હતા. આ ઉપરાંત ઘરમાંથી રોકડ રકમની પણ લૂંટ ચલાવી હતી.

લૂંટારુઓએ આશરે 13 તોલા દાગીના અને 85 હજાર રોકડ રકમની લૂંટ ચલાવી દંપતીને ઘરમાં બંધ કરી તેઓ ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા આજુબાજુના સ્થાનિકો પણ પહોંચ્યા હતા.

valsad news
લૂંટારુઓ દાગીના સહિત રોકડ રકમ લઇ ફરાર

આ ઘટનામાં વૃદ્ધ મહિલા રમીલાબેન ભાનમાં ન આવતા 108 એમ્બ્યુલન્સ મારફતે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના ડૉકટરે રમીલાબેનનેે મૃત જાહેર કર્યા હતા.

લૂંટારુઓએ મધરાત્રીએ દંપતિને નિશાન બનાવ્યું

સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ લૂંટારુઓને શોધી કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.