ETV Bharat / state

પારડીનો પરિવાર લગ્નપ્રસંગમાં ગયો અને તસ્કરો તેમના ઘરે મહેમાન બન્યા, 1.75 લાખની ચોરી કરી ફરાર

પારડી શહેરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. પારડી ખોડિયાર નગર ખાતે રહેતો પરિવાર બે દિવસ માટે લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યારે તેમને ત્યા તસ્કરો મહેમાન બન્યા હતા અને ફ્લેટના દરવાજાનું નકુચો તોડી ઘરમાં પેસેલા ચોરે સોના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી 1.75 લાખના મત્તાની ચોરી કરી પલાયન થયા હતા.

pardi
pardi
author img

By

Published : Dec 2, 2020, 3:37 PM IST

  • પારડીમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન
  • તસ્કરો સોનાના દાગીના અને રોકડ મળી રૂપિયા 1.75 લાખના મત્તાની કરી ચોરી
  • સમગ્ર ઘટના CCTVમાં કેદ

વલસાડઃ પારડી શહેરમાં ખોડિયાર નગર ખાતે રોયલ કિંગ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 202માં રહેતા ઇન્દ્રજીત નટવરલાલ મિસ્ત્રી તેમના પરિવાર સાથે તેમના વતન કલવાડા કુંભારવાડ કુંટુંબીને ત્યાં લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યારે તસ્કરોએ તેમના ફ્લેટને નિશાન બનાવ્યું હતું.

બંધ ફ્લેટના દરવાજાનું તાળુ તોડીને કરી ચોરી

ફ્લેટના દરવાજાનું તાળું તોડી તસ્કરો ઘરમાં પેસી સર-સામાન વેર વિખેર કરી નાંખ્યો હતો. બેડરૂમમાં મુકેલો કબાટ તોડી કબાટમાંથી સોનાનો સેટ,વીંટી ,ચેઇન બુટ્ટી અને મંગળસૂત્ર સાથે રોકડા રુપિયા 70,000 મળી કુલ રૂપિયા 1.75.000ના મત્તાની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા.

એક જ બિલ્ડીંગમાં બે ફ્લેટના તાળાં તોડયા, અન્ય એક ફ્લેટમાંથી કાઈ હાથ લાગ્યું નહીં

આ સાથે તસ્કરોએ તેમના બિલ્ડિંગમાં અન્ય એક ફ્લેટનું પણ તાળું તોડ્યું હતું. જ્યાંથી કશું ચોરાયું ન હતું. મંગળવારના સવારે પાડોશીએ ફોન કરી ઘરના માલીક ઇન્દ્રજીતને જાણ કરતા દોડી આવ્યા હતા અને આ અંગે પારડી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પાંચ ચોરો CCTV કેમેરામાં કેદ

જોકે ચોરી કરવા આવેલા ચોરો બિલ્ડિંગમાં લાગેલા CCTVમાં કેદ થઇ ગયા છે. પાંચ ચોરો 2.32 વાગ્યે આવ્યા હતા અને ચોરી કરી 3.58 પરત ભાગી ગયા હતા.

ઘટનાની જાણથતા વલસાડ જિલ્લાની LCB અને SOGની ટિમ સ્થળ પર પહોંચી

ઘર ફોડ ચોરીની જાણકારી મળતા વલસાડ જિલ્લા SOG, LCB પારડી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસનો દોર શરૂ કર્યો હતો. હાલ તો સમગ્ર બાબતે ભોગ બનેલા ઘર માલિકે પારડી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.