ETV Bharat / state

વલસાડઃ તરમાલિયા ગામના યુવાનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો, જાણો કારણ... - પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી 2020

કપરાડા વિધાનસભાની પેટાચૂંટણી આજે મંગળવારે યોજાઈ છે, ત્યારે કપરાડાના 374 જેટલી બેઠકો પર વહેલી સવારથી મતદાન શરૂ થયું છે. બપોરે 1 કલાક સુધીમાં આ અહીં 38.76 ટકા મતદાન નોંધાયું છે. જો કે, આ મતદાન વચ્ચે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. પારડી તાલુકાના તરમાલિયા ગામે 40થી વધુ યુવાનોએ ગામમાં નેટવર્ક નહીં હોવાને કારણે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

ETV BHARAT
તરમાલિયા ગામના યુવાનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો
author img

By

Published : Nov 3, 2020, 4:55 PM IST

  • પ્રતિષ્ઠાની પાટા ચૂંટણીનો જંગ
  • આજે ઉમેદવારના ભાવી EVMમાં થશે કેદ
  • તરમાલિયા ગામના યુવાનોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર

વલસાડઃ કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે પારડી તાલુકાના તરમલિયા ગામના 40થી વધુ યુવાનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. જેની પાછળનું મુખ્ય કારણ, ગામમાં નેટવર્કનો અભાવ છે.

વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા 3-4 કિ.મી દૂર જવું પડે

નેટવર્કના અભાવના કારણે આ ગામના વિદ્યાર્થીઓએ પરીક્ષાના સમયમાં ગામથી 3-4 કિ.મી દૂર અભ્યાસ અર્થે જવું પડતું હતું. જેથી ગામના યુવાનોને પડતી આ મુશ્કેલી દૂર કરવા માટે યુવાનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

તરમાલિયા ગામના યુવાનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો

ભાજપા નેતાઓ સમજાવવા દોડી આવ્યા

ઉલ્લેખનીય છે કે, ગામના યુનાનોની આ વાત અંગે જાણ થતાં જિલ્લાના સાંસદ ડૉક્ટર કે.સી.પટેલ અને ભારતીય જનતા પાર્ટીના વલસાડ જિલ્લાના પ્રમુખ તેમજ પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ ચૂંટણીની પૂર્વ સંધ્યાએ ગ્રામલોકોને સમજાવવા દોડી આવ્યા હતા, પરંતુ આમ છતાં યુવાનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.