ETV Bharat / state

પારડી પોલીસ સ્ટેશનનો અનોખો કોર્પોરેટ લુક અન્ય પોલીસ મથકો માટે બન્યો ઉદાહરણરૂપ

વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકે પોલીસ મથકને કોર્પોરેટ લુક આપીને વલસાડ જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પારડી પોલીસ મથક દ્વારા કમ્પાઉન્ડમાં 100% સ્વચ્છતા પર્યાવરણ માટે ગાર્ડનની વ્યવસ્થા તેમજ પોલીસ સ્ટેશનની આસપાસ કુદરતી વાતાવરણ મળી રહે તે માટેની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.

pardi news
pardi news
author img

By

Published : Feb 5, 2021, 4:57 PM IST

  • પારડી પોલીસ મથકને કોર્પોરેટ લુક આપીને અન્ય પોલીસ મથકો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે
  • સો ટકા સ્વચ્છતા જાળવવી તેમજ પાન માવા ખાઈને પોલીસ મથકમાં પ્રવેશવું નહીં
  • પરિસરમાં કુદરતી વાતાવરણ ઉભું કરવા આસપાસમાં કેટલાક ફૂલ-છોડ અને ગાર્ડનિંગ કરાયેલું
  • વલસાડ જિલ્લાના 11 પોલીસ મથકો પૈકી એકમાત્ર કોર્પોરેટ લુક ધરાવતું પારડી પોલીસ મથક
    પારડી પોલીસ સ્ટેશનને અનોખો કોર્પોરેટ લુક અપાયો

વલસાડ: જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે છ તાલુકાઓ પૈકી 11 જેટલા વિવિધ પોલીસ મથકો આવેલા છે. જે પૈકી પારડી પોલીસ મથકમાં હાલમાં જ નવા આવેલા પીએસઆઇ બી.એમ.ગોહિલે સ્વચ્છતા સુંદરતા અને પર્યાવરણ અંગે જાગૃતતા મળે તેમ જ કુદરતી વાતાવરણ પોલીસ મથકમાં મળી રહે તેવા હેતુથી વિશેષ વ્યવસ્થા ઊભી કરી છે. પોલીસ મથકમાં તેમના આવ્યા બાદ અહીં આગળ અનેક મોટા ફેરફારો થયા છે. જેવા કે પોલીસ મથકની બહાર અનેક ગુનાઓમાં પકડાયેલા વાહનો પડયા રહેતા હતા, તે તમામને વિશેષ પરવાનગી લઈને ભીલાડ ખાતે ખસેડી દેવાયા છે. જે બાદ ખાલી પડેલા પોલીસ મથકના પરિસરમાં સાફ-સફાઈ કલર કામ કરવામાં આવ્યું છે તો બીજી તરફ પરિસરમાં 100% સ્વચ્છતા જાળવવા સૂચન કરાયું છે. વળી આગળ પાન મસાલા કે ગુટકા ખાઈને પોલીસ સ્ટેશનમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે અને જો કોઈ તેમ કરે તો તેની સામે પગલા લેવાઈ રહ્યા છે. જેથી કરીને પોલીસ સ્ટેશનની તમામ દીવાલો સ્વચ્છ જોવા મળી રહી છે.

પોલીસ મથકમાં કુદરતી વાતાવરણ મળી રહે તેવા હેતુથી ગાર્ડન ઉભુ કરાયું

માત્ર સ્વચ્છતા એ જ સુંદરતા નહીં, પરંતુ અહીં આવનારા લોકોને પોલીસ મથક આ કરશે અને બે ઘડી લોકો ત્યાં બેસી શકે તેવા ઉમદા હેતુથી પોલીસ મથકના પરિસરમાં બંને તરફ નાનકડા ગાર્ડન ઉભા કરાયા છે અને જ્યાં આગળ વિવિધ ફુલછોડ રોકવામાં આવ્યા છે, તો સાથે સાથે હજી આગળ પક્ષીઓનો કલરવ વધે એવા હેતુથી પક્ષીઓના ચણ માટેના વિશેષ બનાવવામાં આવેલા કૃત્રિમ બર્ડ લટકાવવામાં આવ્યા છે.

જવાનોના પ્રોત્સાહન માટે જન્મદિવસ અને નિવૃત્તિ દિવસ અંગેની તારીખો સાથે નામ જે તે સ્થળ ઉપર લખાય છે

પોલીસ કર્મીઓનો ઉત્સાહ જળવાઈ રહે તેવા હેતુથી પોલીસ મથકની બહાર બે જેટલા બોર્ડ બનાવવામાં આવ્યા છે. જે આગળ જે પોલીસ કર્મીઓનો જન્મદિવસ હોય તેઓના નામ અને જન્મતારીખ તેમજ નિવૃત્તિ દિવસ હોય તેમના નામ અને નિવૃત્તિની તારીખ અહીં રોજે રોજ લખવામાં આવે છે. જેથી અન્ય પોલીસ કર્મીઓને પણ જન્મદિવસ ધરાવતા પોલીસ કર્મચારીને શુભેચ્છાઓ આપવા માટે પ્રેરણા મળી રહે તેમજ તેઓનો કામ કરવાનો ઉત્સાહ જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી અહીં આગળ આ જન્મ તારીખ અને નિવૃત્તિની તારીખ નામ સહિત લખવાનું નવો ચીલો શરૂ કર્યો છે.

પોલીસ મથકની બહાર સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા

પોલીસ મથકમાં વિવિધ કામ અર્થે આવતા અનેક લોકોને સાઇબર ક્રાઇમ જેવા ગુનામાં જાગૃતતા મળે અને લોકો કોઈપણ રીતે પોતાના પૈસા ન ગુમાવે તેવા ઉમદા હેતુથી પોલીસ મથકના દાદર આગળ જ સાઇબર ક્રાઇમ અંગેના જાગૃતતા લાવતા કેટલાક પોસ્ટરો અહીં મૂકવામાં આવ્યા છે. જેથી પોલીસ સ્ટેશનના પગથિયાં આગળ જ પગ મૂકતાંની સાથે જ અહીં આવનારા લોકોને આ પોસ્ટરો જોવા મળે અને તેને વાંચ્યા બાદ તેઓ પોતે સતર્ક બની જાય જેથી કરીને સાઈબર ક્રાઈમનો કોઈ ભોગ બને નહીં. પારડી પોલીસ મથકે પોતાનો જૂનો અને ખખડધજ બની ગયેલો લુક બદલી નાખી હવે નવા રંગરૂપ એટલે કે કોર્પોરેટ લુકમાં પોલીસ મથક ખૂબ જ આકર્ષક બની ચૂક્યું છે. અહીં આવનારા તમામ લોકો પ્રથમ દ્રષ્ટિએ જોતાં જ પોલીસ મથકને વાહ વાહ કરતા જોવા મળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.