ETV Bharat / state

પારડીમાં પુત્રએ માતા સાથે આડાસંબંધના વહેમમાં એક શખ્સને પેટમાં ભોંક્યુ ચપ્પુ - પુત્ર નો ચપ્પુ વડે હુમલો

પારડી નજીકમાં આવેલા ધગડમાળ ગામે માતા સાથે આડો સંબંધ હોવાનો વહેમ રાખી પુત્રએ ફળીયામાં રહેતા એક શખ્સને પેટમાં ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ત્યાર બાદ લોહી લુહાન હાલતમાં ઇજાગ્રસ્ત શખ્સને પારડી મોહન દયાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

xz
xz
author img

By

Published : Dec 30, 2020, 1:03 PM IST

  • માતા સાથે આડો સબંધ હોવાના વ્હેમે પુત્રએ એક શખ્સ પર ચપ્પુ વડે કર્યો હુમલો
  • લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો
  • પોલીસે આ મામલે તપાસ હાથ ધરી

વલસાડઃ પારડી તાલુકાના ધગડમાળ ગામે મંદિર ફળિયામાં રહેતા યોગેશભાઈ ભીમાભાઇ પટેલ ઉંમર ૩૪ વર્ષ તારીખ 28/12/ 2020ના રોજ પોતાના ઘરે સૂતા હતા ત્યારે લગભગ રાત્રે ૧૧ વાગ્યે તેમના ફળિયામાં જ રહેતા કૃપેશ એસ. પટેલ પોતાની મોટરસાયકલ પર આવી બૂમાબૂમ કરતા યોગેશભાઈ અને તેમની પત્ની બહાર આવ્યા હતાં. કૃપેશે યોગેશભાઈને તેમની માતા સાથે આડો સંબંધ હોવાનો વહેમ રાખી તેમની સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીમાં કૃપેશ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસા રહેલા ચપ્પુ યોગેશભાઈના પેટમાં મારી દીધું હતું.

પારડીમાં પુત્રએ માતા સાથે આડાસંબંધના વહેમમાં એક શખ્સને પેટમાં ભોંક્યુ ચપ્પુ
ઇજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો યોગેશભાઈ લોહીલુહાણ થઇ જતાં તેમની પત્નીએ બૂમાબૂમ કરતાં કૃપેશ રોષે ભરાઈ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બૂમાબૂમ સાંભળી દોડી આવેલા પાડોશીઓએ ઇજાગ્રસ્ત યોગેશભાઈને 108 મારફતે પારડી મોહન દયાળ હોસ્પિટલ ખસેડયા હતાં. હાલ યોગેશભાઈ સારવાર હેઠળ છે.

આ ઘટના અંગે યોગેશભાઈની પત્નીએ પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.