દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નવો અભિગમ અપનાવતા સ્વંય ગ્રાહકો સમક્ષ પહોંચતા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આપકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાનાપોઢા ખાતે આવેલ વીજ કંપની કચેરીમાં આયોજિત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં 39 ગામના લોકો ફરિયાદો લાવ્યા હતા. જેમાં મીટર બદલવાની 25 ફરિયાદો ,નવા મીટરો મુકવા માટે 30 ફરિયાદો નામ બદલવાની 20 ફરિયાદો સહિત બિલ અંગેની ફરિયાદો સામે આવી હતી.

જેમાં મોટા ભાગની ફરિયાદો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવી હતી.તેમજ લોકોને અન્ય કોઈ મુશ્કેલી હોય તો તે બાબતે પણ સમજણ આપવામાં આવી હતી. કપરાડા તાલુકાના સુખાલા નાનાપોઢા , પાનસ ખૂટલી જેવા અનેક ગામોમાંથી લોકો પોતાની ફરિયાદ લઈને ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર બાબતમાં વીજ કંપનીના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે વીજ કંપની દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.