ETV Bharat / state

વડાપ્રધાન ખૂબ ભાગ્યશાળી અને યુગપુરુષ છે: રમતુભાઈ પાડવી - ધરમપુર બેઠક

વડાપ્રધાને નાનાપોઢાની સભામાં તેમના ધરમપુર સાથેના જુના સ્મરણો વાગોળ્યા હતા. તેમના મિત્ર જેમની સાથે તેઓ સાયકલ ઉપર ફરતા હતા એવા રમતું ભાઈ પાડવીને યાદ કર્યા હતા. ત્યારે રમતું ભાઈ એ પણ ઇટીવી ને આપેલી ખાસ મુલાકાતમાં વડા પ્રધાનના વ્યક્તિત્વ વિશે જાણકારી આપી હતી અને જણાવ્યું કે તેઓ ગરીબાઈ જોઈ અનુભવી છે. અને સામાન્ય જનની દરેક સમસ્યા તેઓ બખૂબી સમજે છે તેઓ મહામાનવ છે અને ખૂબ નસીબદાર પણ ( Prime Minister is very fortunate and great man)છે.

વડાપ્રધાન ખૂબ ભાગ્યશાળી અને યુગપુરુષ છે: રમતુભાઈ પાડવી

author img

By

Published : Nov 7, 2022, 10:34 PM IST

વલસાડ: વડાપ્રધાને નાનાપોઢાની સભામાં તેમના ધરમપુર સાથેના જુના સ્મરણો વાગોળ્યા હતા. તેમના મિત્ર જેમની સાથે તેઓ સાયકલ ઉપર ફરતા હતા એવા રમતું ભાઈ પાડવીને યાદ કર્યા હતા ત્યારે રમતું ભાઈ એ પણ ઇટીવી ને આપેલી ખાસ મુલાકાતમાં વડા પ્રધાનના વ્યક્તિત્વ વિશે જાણકારી આપી (Information about the Prime Minister) હતી અને જણાવ્યું કે તેઓ ગરીબાઈ જોઈ અનુભવી છે. સામાન્ય જનની દરેક સમસ્યા તેઓ બખૂબી સમજે છે તેઓ મહામાનવ છે, અને ખૂબ નસીબદાર પણ ( Prime Minister is very fortunate and great man)છે.

વડાપ્રધાન ખૂબ ભાગ્યશાળી અને યુગપુરુષ છે: રમતુભાઈ પાડવી

1986 -1987 માં સંઘના પ્રચારક તરીકે ધરમપુરમાં રહ્યા હતા: વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી 1986-87બે વર્ષ સતત તેઓ ધરમપુર ખાતે આવેલા સિંદૂમ્બર ગામે રહી જનસંઘ પ્રચાર કાર્ય કરતા હતા અને ગામે ગામ સાયકલ ઉપર ફરતા હતા તેઓ પ્રકૃતિની ખૂબ નજીક હોવનું રમતું ભાઈ એ જણાવ્યું હતું. તેમણે ગરીબાઈને ખૂબ નજીક થી જોઈ અને અનુભવી હોવાનું જણાવ્યું હતું.વર્ષો પહેલા રોડ રસ્તા નહોતા છતાં પ્રચાર માટે અનેક કિલોમીટર પગપાળા કે સાયકલ પર ફરતા રમતું ભાઈ નવસુ ભાઈ પાડવી જેઓ તે સમયે સિંદૂમ્બર ગામના સરપંચ હતા તેમના મિત્રતા હોય વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી તેમની સાથે સાયકલ ઉપર વનવાસી આશ્રમ શાળા ટીતું ખડક બાલવાડી સહિત હનુમંતમાળ ,ગળી બીલધા જેવા વિસ્તારોમાં ફરી પ્રચાર કાર્ય કરતા હતા.

ભોજનમાં જે પણ મળે એ આરોગી લેતા વડા પ્રધાન: તે સમયે ખૂબ સાદગી ભર્યું જીવન વિતાવતા હતા અને અનેક ગામોમાં ફરવાનું થતું ત્યારે તેઓ જે પણ ભોજન મળે તે લેતા હતા. એમાં પણ એક આદિવાસી વિસ્તારમાં આદિવાસીના ભોજન નાગલી રોટલા, આંબીલ, અને ચોખા ની પેજ કે ચટણી રોટલો પણ તેમણે આરોગી દિવસો વ્યતીત કર્યા છે.

તે સમયે તેમણે આદિવાસી ક્ષેત્રમાં શિક્ષણ ઉપર વધુ ભાર આપ્યો હતો: રમતું ભાઈ પાડવી એ વિગત આપતા જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ પ્રચાર કાર્ય માં હતા ત્યારે તેઓ અહીંના લોકો ને કાયમ કહેતા કે બાળકો ને શિક્ષણ આપો તેઓ ભણશે તો આગળ વધશે અને રોજગારી મળશે તો પરિવાર માં ગરીબી નાબૂદ થશે શિક્ષણ જ વિકાસ નો પાયો છે. તેવું તેઓ અહીંના લોકોને કહી શિક્ષણ ઉપર વધુ ભાર આપતા હતા.

ધરમપુર બેઠક: ધરમપુરમાં લોકોને સમજે લોકો વચ્ચે જાય અને સારા નબળા પ્રસંગમાં હાજરી આપે એવો ધારાસભ્ય જોઈએ રમતું ભાઈ એ ઇટીવી સાથેની વાતચીત માં જણાવ્યું કે જમીન લેવલથી જોડાયેલા ગરીબ આદિવાસીઓને સમજે એવા અને સારા નબળા પ્રસંગોમાં લોકોની પડખે રહે તેમ જ લોકોની મુશ્કેલી પ્રશ્નો અને સમસ્યા સમજી તેનું નિરાકરણ લાવે એવા ધારાસભ્યની ધરમપુર બેઠક (Dharampur seat) ઉપર જરૂર છે. અને એવા જ ઉમેદવારો અહીં હોવા જોઈએ તેવું રમતુભાઈએ જણાવ્યું હતું.

વડાપ્રધાન બન્યા બાદ પણ એક નાના માણસને યાદ રાખવું એ બહુ મોટી વાત છે: રમતુભાઈએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ ગરીબાઈ માંથી બહાર આવ્યા છે, પોતે ગરીબાઈને અનુભવી છે. એક સામાન્ય જન જે પરિસ્થિતિમાંથી પસાર થાય એવી પરિસ્થિતિ પોતે અનુભવી છે સમસ્યાઓ અનુભવી છે અને આ અનુભવના નિચોડ બાદ જ તેઓ આજના મુકામ સુધી પહોંચ્યા છે. એટલે કે વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા છે અને ત્યાં પહોંચ્યા બાદ પણ નાનામાં નાના વ્યક્તિને નામ સાથે યાદ રાખવા અને યાદ કરવા એ બહુ મોટી વાત છે. અને તેમણે આ વાતનો ગર્વ અનુભવ્યો કે વડાપ્રધાન આજે પણ અનેક વાતોને સ્મરણો યાદ કરી રહ્યા છે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી એ ખૂબ ભાગ્યશાળી અને મહામાનવ છે. જે આગામી દિવસમાં સમગ્ર વિશ્વ ઉપર પોતાની નામના કરશે અને ભારતને આગળ લઈ જશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.