ETV Bharat / state

વલસાડના ધારાસભ્યને કોરોના પોઝિટિવ આવતા સોશિયલ મીડિયાથી લોકોને જાણ કરાઈ - bharat patel

વલસાડ જિલ્લામાં હાલ કોરોનાના કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી રોજિંદા 10 મળી 20 કેસો નોંધાયા છે. જેમાં વલસાડ તાલુકાનો પણ સમાવેશ થાય છે, ત્યારે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ પણ કોરોના પોઝિટિવ આવતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઇ છે. જોકે આ સમગ્ર બાબતની જાણકારી ભરતભાઈ પટેલ ખુદ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જાણકારી આપી હતી. તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના રિપોર્ટ કરાવી લેવા જણાવ્યું છે.

ધારાસભ્ય ભરત પટેલને કોરોના પોઝિટિવ આવ્યો

author img

By

Published : Mar 28, 2021, 3:33 PM IST

Updated : Mar 28, 2021, 8:58 PM IST

  • સરદાર ભીલાડવાળા બેન્કની ચૂંટણી બાદ અનેક લોકો કોરોના પોઝિટિવ
  • બેન્કના ડિરેક્ટરોના ઉમેદવારી કરનારા અનેક લોકોને કોરોના લક્ષણ
  • ધારાસભ્ય ભરત પટેલને કોરોના પોઝિટિવ આવ્યો
  • સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લોકોને આપી જાણકારી

વલસાડ: જિલ્લામાં છેલ્લા બે દિવસથી દિન-પ્રતિદિન કોરોના આંકડામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા બે દિવસમાં કુલ ૨૦ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે, ત્યારે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલને કોરોના પોઝિટિવ આવતા પોતે તેમના નિવાસ સ્થાને ક્વોરેન્ટાઇન થયા છે અને આ સમગ્ર બાબતની જાણકારી તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આપી છે. તેમણે પહેલ પણ કરી કે, તેમના સંપર્કમાં આવનારા તમામ લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઇએ.

સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લોકોને આપી જાણકારી

આ પણ વાંચો: ભુજ નગરપાલિકાના વોર્ડ નં 11માં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

બે દિવસમાં 20 કોરોના કેસ સામે આવ્યા

વલસાડ જિલ્લામાં શુક્ર અને શનિવાર દરમિયાન કુલ 20 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. શુક્રવારના રોજ 10 અને શનિવારના રોજ 10 કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. જેને લઈને આરોગ્યની ટિમ સક્રિય બની છે.

આ પણ વાંચો: ભાગવતાચાર્ય રમેશ ઓઝાએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો : લોકોને કરી અપીલ

સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને તકેદારી રાખવા જણાવ્યું

વલસાડના ધારાસભ્ય ભરત પટેલને કોરોનાના પ્રારંભિક લક્ષણો ટેસ્ટ રિપોર્ટમાં આવતા તેઓ પોતાના ઘરે ક્વોરેન્ટાઇન થયા છે સાથે-સાથે તેમના સંપર્કમાં આવનારા તમામને સત્વરે ટેસ્ટ કરાવી લેવા સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી છે. આમ, વલસાડ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનો આંક વધી રહયો છે, ત્યારે વલસાડના રહીશોએ સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝર અને માસ્કનો ઉપયોગ કરે એ જરૂરી બન્યું છે.

Last Updated : Mar 28, 2021, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.