વલસાડના અતુલ પાસે આવેલી કલ્યાણી શાળાના કમ્પાઉન્ડમાં શુક્રવારે બાળકો રમી રહ્યા હતા. ત્યારે કમ્પાઉન્ડમાં દીપડો ફરતો દેખાતા કેટલાક વિદ્યાર્થીઓએ સ્કૂલ સંચાલકો શિક્ષકોને જાણ કરતા તરત જવલસાડ વન વિભાગને જાણકારી આપી હતી.વન વિભાગની ટીમ સ્થળ પર તાત્કાલીકપહોંચી હતી. ઘટના બનતા સ્કૂલની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
હાલજંગલ વિભાગની ટીમે આસપાસમાં દીપડાને પકડી લેવા માટે 5 જેટલા પિંજરાઓ પણ ગોઠવ્યા છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાઅતુલ હાઇવે ક્રોસ કરતા એક અજાણ્યા વાહનની અડફટે દીપડીનું મોત થયુંહતું. તો 2 દિવસ પૂર્વે અતુલના એક ઘરમાં વહેલી સવારે દીપડો ઘુસી જઈ અંદર ઉંઘેલા એક યુવકને ઘરની બહાર ઘસડી લાવ્યો હતો અને માથાના ભાગે ઈજાઓ કરતા તે ગંભીર રૂપે ઘાયલ થયો હતો. ત્યારે આ હિંસક પ્રાણીના હુમલાને લઇને હાલમાં અતુલ વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.