- 3 લગ્ન પ્રસંગોમા પહોંચેલી ટીમે 9000નો દંડ વસૂલાયો
- સોશિયલ ડિસ્ટન્સ નહીં હોવાખી ત્રણેય પરિવારને 3000નો દંડ ભરવો પડ્યો
- પારડીમાં 3 સ્થળે ચેકિંગ કરતાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયેલો જણાયો
વલસાડઃ કોવિડ-19ની ફ્લાઇંગ સ્કવોડ પારડી પરીયા રોડ પર આવેલા સાંઈ દર્શન હોલ, ધીરુભાઈ નાયક હોલ, કોટલાવના જલારામ પાર્ટી પ્લોટ, ઉમરસાડી માછીવાડ અને સ્કોટ કૈશા કંપની ખાતે ચેકિંગ માટે ગઈ હતી. આ દરમિયાન પારડીના સાંઈ દર્શન હોલ, કોટલાવના જલારામ પાર્ટી પ્લોટ અને ઉમરસાડી માછીવાડમાં એક લગ્ન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સનો ઉલ્લંઘન થતાં ત્રણેય સ્થળેથી દંડ વસૂલવામાં આવ્યો હતો.
- એક હોલમાં કોવિડ-19ના નિયમોનું ચુસ્ત પણે પાલન જોવા મળ્યું
પારડીના ધીરુભાઈ નાયક હોલમાં લગ્નમાં કોવિડના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. જેથી આ સ્થળેથી કોઈ પ્રકારનો દંડ વસૂલવામાં આવ્યો નહોતો.
- ઉમરસાડીની એક ખાનગી કંપનીમાં પણ ચેકિંગ હાથ ધરાયું
આ સાથે ફ્લાઇંગ સ્કવોડની ટીમ ઉમરસાડી સ્કોટ કૈશા કંપનીમાં પણ ચેકિંગ માટે પહોંચી હતી. આ ચેકિંગ દરમિયાન કોવિડના નિયમોનું પાલન થતું હોવાથી ત્યાં કોઈ દંડ વસૂલવામાં આવ્યો નહોતો.