- વાપીમાં અશોક ભોલાણી નામના તબીબે સૌ પ્રથમ લગાવી વેક્સિન
- રસી લગાવ્યા બાદ સ્વસ્થ હોવાનો આનંદ વ્યકત કર્યો
- દરેકે કોરોના સામે લડવા રસી લગાવવી જોઈએ
વાપી : વલસાડ જિલ્લામાં આજથી કોવિશીલ્ડ વેક્સિનેશન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જેમાં વાપીના ડુંગરા આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબ અશોક ભોલાણીએ સૌથી પહેલા કોવિશીલ્ડ રસી મુકાવી પોતાનો અનુભવ જણાવ્યો હતો.
કોઈ સાઈડ ઇફેક્ટ નથી
રસીકરણ બાદ ઓબ્ઝર્વેશનમાં 30 મિનિટ સુધી બેસેલા ડૉ. અશોક ભોલાણીએ જણાવ્યું હતું કે, રસીકરણ પહેલા શરીરમાં જે ઉત્સાહ હતો. તેવો જ ઉત્સાહ રસી મુકાવ્યા બાદ છે. શરીરમાં કોઈ ગભરામણ કે સાઈડ ઇફેક્ટ જેવું કશું નથી.
ટીમને પ્રોત્સાહન આપવા લીડર બની આગળ આવ્યાં
જે રીતે આપણે અન્ય રસીઓ મુકાવીએ છીએ એ જ પ્રકારે આ રસી મુકવામાં આવી છે. પોતે RBSKમાં તાલુકા નોડલ ઓફિસર છે. એટલે પોતાની ટીમને પ્રોત્સાહન આપવા લીડર તરીકે સૌથી પહેલા રસીકરણ કરાવ્યું છે.
કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિન અકસીર
ડૉ. અશોક ભોલાણીના જણાવ્યા મુજબ ઇન્જેક્શન મુકાવતી વખતે સાથે અન્ય મહાનુભાવો પણ હતા. જેને કારણે જરા સંકોચ અનુભવાયો હતો. પરંતુ તે બાદ કોઈ જ ગભરામણ નથી. અન્ય વેક્સિન જે રીતે શરીરમાં એન્ટીબોડી માટે જરૂરી છે. તેવી જ રીતે આ રસી પણ કોરોના સામે રક્ષણ મેળવવા જરૂરી છે.