- દરિયામાં થયેલા એર ફાયર અંગે DYSPનો ખુલાસો
- દમણ કોસ્ટગાર્ડ કર્યું હતું એર ફાયર
- ONGCના જહાજમાંથી લાપતા લોકોને શોધવા ચાલતું હતું સર્ચ ઓપરેશન
વલસાડ : DYSP વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગત રાત્રે ઉમરગામ- નારગોલના માછીમારો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે દરિયામાં કોઈએ બચાવ અંગે સિગ્નલ આપ્યું છે. આ માહિતી મળતા જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ, SOG, LCBની ટીમ સાથે તેઓ ઉમરગામ પહોંચ્યા હતાં અને માછીમારોની 3 બોટમાં પોલીસની ટીમ દરિયામાં ગઈ હતી.
આ પણ વાંચો : દરિયામાં લાપતા લોકોને શોધવા કોસ્ટગાર્ડનું દરિયામાં એર ફાયર, ઉમરગામ પોલીસ દોડતી થઈ
અંધારામાં પ્રકાશની જરૂર હોય સિગ્નલ રૂપે એર ફાયર
દરિયામાં 10 નોટિકલ માઈલ સુધી પહોંચેલી પોલીસ ટીમે એર ફાયર અંગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ, પરંતુ કોઈ સગડ મળ્યા નહોતા. જે બાદ કોસ્ટગાર્ડ દમણનો સંપર્ક સાધવાની કોશિશ કરી હતી. જેમાં વહેલી સવારે વિગતો મળી હતી કે, જે એર ફાયર થયેલું તે કોસ્ટગાર્ડની બોટમાંથી કરવામાં આવ્યું હતું. મુંબઈ નજીક ONGCનું જહાજ વાવાઝોડા વખતે ડૂબ્યુ હતું. જેમાંથી મોટાભાગના લોકોને રેસ્ક્યૂ કરાયા હતાં. જે બાદ પણ કેટલાક લોકો લાપતા હતાં. જેની ભાળ મેળવવા અંધારામાં પ્રકાશની જરૂર હોય સિગ્નલ રૂપે એર ફાયર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : દ્વારકા દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઇ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ
સંબંધિત એજન્સીને જાણ કરી
વલસાડ પોલીસે જે અંગે નોંધ લઈને સંબંધિત એજન્સીને તેની જાણકારી આપી હોવાનું DYSP વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.