ETV Bharat / state

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ કપરાડા વિધાનસભાના મહિલા બૂથ શોભના ગાંઠિયા સમાન ! - By-election

કપરાડા વિધાનસભામાં યોજાઇ રહેલી પેટા ચૂંટણીને લઇને 5 જેટલા સખીમંડળ દ્વારા મહિલા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, પરંતુ સુવિધાઓના અભાવને કારણે આ બૂથ શોભાના ગાંઠિયા સમાન બન્યા હતા.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ કપરાડા વિધાનસભાના મહિલા બૂથ બન્યા શોભના ગાંઠિયા સમાન

author img

By

Published : Nov 3, 2020, 5:19 PM IST

  • કપરાડા વિધાનસભા પેટા ચૂંટણીમાં 5 સખીમંડળ બૂથ ઉભા કરાયા
  • મહિલા સશક્તિકરણ માટે ઉભા કરાએલા મહિલા બૂથ શોભાના ગાંઠિયા સમાન
  • સુવિધાઓના અભાવને કારણે કર્મચારીઓને મુશ્કેલી

વલસાડઃ કપરાડા વિધાનસભામાં યોજાઇ રહેલી પેટા ચૂંટણીને લઇને 5 જેટલા સખીમંડળ દ્વારા મહિલા મતદાન બૂથો ઉભા કરવામાં આવ્યા છે. જે બૂથમાં સુવિધાઓના અભાવને કારણે કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી ઊભા કરાયેલા મહિલા બૂથ શોભાના ગાંઠિયા સમાન બન્યા હતા.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ કપરાડા વિધાનસભાના મહિલા બૂથ બન્યા શોભના ગાંઠિયા સમાન
પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ કપરાડા વિધાનસભાના મહિલા બૂથ બન્યા શોભના ગાંઠિયા સમાન
મહિલા બૂથનું આયોજન

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આયોજિત પેટા ચૂંટણીમાં 374 બૂથ પરથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સવારથી જ તમામ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. ચૂંટણી પંચ દ્વારા મતદાન મથક પર મહિલાઓને કોઈ અગવડના પડે મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે એ માટે નવતર પ્રયોગ રૂપે મહિલા બૂથનું આયોજન કરવામાં આવ્યું હતું.

કપરાડા તાલુકામાં કુલ 5 મતદાન મથકો છે. જે મતદાન મથકમાં મહિલા કર્મચારી તરીકે ફરજ બજાવી રહી છે અને એમાં મહિલાઓને મતદાન માટે પ્રથમ પસંદગી આપવામાં આવી છે. મહિલા કર્મચારીઓ સાથેના મહિલા બૂથમાં સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો.

બૂથ પર સુવિધાઓનો અભાવ

તો મહિલા બૂથ પર જ્યારે સવારે મહિલાઓ મતદાન માટે આવી ત્યારે બૂથમાં લાઈટનો અભાવ જોવા મળ્યો હતો. આ મહિલા બૂથમાં સુરક્ષા માટે પણ પૂરતો પોલીસ સ્ટાફ જોવા મળ્યો ન હતો. જેના કારણે મુશ્કેલીમાં મૂકાયેલા મહિલા કર્મચારીઓએ પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો.

મહત્વનું છે કે, કપરાડા વિધાનસભા પેટા ચૂંટણીમાં 374 જેટલા કુલ બૂથ આવેલા છે. જે પૈકી 5 જેટલા બૂથ માત્ર સખી તરીકે એટલે કે આ તમામ બૂથ પર માત્ર મહિલા કર્મચારીઓને જ ફરજ પર નિયુક્ત કરવામાં આવી હતા. જેમાં મંડવા, જોગવેલ, પાનસ, ખૂટલી જેવા પાંચ બૂથો મહિલા બૂથ નક્કી કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.