ETV Bharat / state

કપરાડાના ખડકવાળ ગામે કોલક નદીના બ્રિજ ઉપરથી બાઈક ચાલક તણાયો - A bike rider strained in the kolak river of kaparda

કપરાડા તાલુકાના ખડકવાળ ગામેથી વહેતી કોલક નદી પર બનેલ કોઝવેમાં દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ફરી વળે છે. જેના કારણે લોકોને આવન-જાવન માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શુક્રવારે સાંજે પડેલા ધોધમાર વરસાદથી કોલક નદીના બ્રીજ ઉપરથી પાણી વહી રહ્યા હતા, ત્યારે એક બાઇક ચાલક પોતાની બાઇક લઇને પસાર થવા જતા નદીના પાણીમાં તણાયો હતો અને તેનું મોત થયું હતું. અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.

કાપરડાના ખડકવાળ ગામે કોલક નદીના બ્રિજ ઉપરથી બાઈક ચાલક તણાયો

author img

By

Published : Sep 12, 2020, 6:18 PM IST

વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકામાં શુક્રવારે બપોર બાદ ત્રણ ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. બે કલાકમાં ખાબકેલા ત્રણ ઇંચથી વધારે વરસાદને કારણે કપરાડા તાલુકામાંથી પસાર થતા તમામ નદી-નાળાઓ તોફાની સ્વરૂપે વહેવા લાગ્યા હતા. એ સમયે ખડકવાળ ગામના કોલક નદીના કોઝવે પર કોલક નદીના ધસમસતા પાણી ફરી વળ્યા હતા. એ સમયે એક બાઇક ચાલક નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવા જતા તે નદીમાં બાઇક સાથે તણાયો હતો.

કાપરડાના ખડકવાળ ગામે કોલક નદીના બ્રિજ ઉપરથી બાઈક ચાલક તણાયો
કાપરડાના ખડકવાળ ગામે કોલક નદીના બ્રિજ ઉપરથી બાઈક ચાલક તણાયો

ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા અને બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી હતી. લોકોએ કપરાડા પોલીસને પણ જાણ કરતા કપરાડા પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ખડકવા ગામના કોલક નદીના કોઝવે પરથી તણાયેલા બાઈક ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

આખરે બે કલાકની ભારે જહેમત બાદ નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક કપરાડા તાલુકાના વરવટ ગામના રૂપાભાઈ તુલસીભાઈ કુંવર હોવાનું બહાર આવ્યું હતું. આમ બે કલાકમાં જ વસેલા ત્રણ ઇંચથી વધારે વરસાદને કારણે તમામ નદી-નાળાઓ તોફાની સ્વરૂપએ વહેતા કોલક નદી તોફાની સ્વરૂપએ વહેતા એક બાઈકચાલકે તેનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. તેમ છતાં પણ કોઝવે પરથી વાહન ચાલકો જીવને જોખમમાં મૂકી નદીના કોઝવે પરથી પસાર થતા જોવા મળ્યા હતા.

કપરાડાના ખડકવાળ ગામે કોલક નદીના બ્રિજ ઉપરથી બાઈક ચાલક તણાયો

આમ કપરાડામાં શનિવારના રોજ વરસેલો વરસાદ જીવલેણ સાબિત થયો હતો અને એક વ્યક્તિનું તણાઈ જવાથી મોત થયું હતું. કપરાડા પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.