ETV Bharat / state

ઉદવાડામાં બ્રિજ નીચેથી ત્યજી દીધેલી બાળકી મળી આવી - baby was found

સમાજમાં સંતાનસુખ મેળવવા માટે અનેક પરીવારો હોસ્પિટલ કે, મંદિરોની ગણતરી અને પગથિયાં ચડતા થાકતા નથી તેમ છતાં પણ કેટલાકને આ સંતાનસુખ મળે છે અને કેટલાકને સંતાનસુખ મળતું નથી, પરંતુ જેને સંતાનસુખ મળે છે, એને કોઈ કદર જ નથી હોતી આવો જ એક કિસ્સો હાલ પ્રકાશમાં આવ્યો છે.

ઉદવાડામાં બ્રિજ નીચેથી નિષ્ઠુર માતાએ ત્યજેલી બાળકી મળી આવી
ઉદવાડામાં બ્રિજ નીચેથી નિષ્ઠુર માતાએ ત્યજેલી બાળકી મળી આવી
author img

By

Published : Feb 6, 2020, 12:25 PM IST

વલસાડઃ જિલ્લાના ઉદવાડા હાઈવે ઓવરબ્રિજ નીચે ગત મોડી રાત્રે કોઈએ 15 દિવસ પહેલાં જન્મેલી બાળકીને ત્યજી દીધી હતી. જે મોડી રાત્રે પોલીસવાળાને મળી આવી હતી. કડકડતી ઠંડીમાં બ્રિજ નીચેથી પસાર થતા કોઈ એક રાહદારીએ બાળકીનો અવાજ સાંભળતા પારડી પોલીસને જાણ કરી હતી. જેને પગલે પારડી પોલીસ સ્થળ પર પહોંચીને બાળકનો કબજો મેળવી હાલ બાળકીને વલસાડ સિવિલમાં સારવાર હેઠળ મોકલવામાં આવી છે.

કુદવાના નેશનલ હાઇવે નંબર-48ના ઓવર બ્રિજ નીચે ગઇકાલે મોડી રાત્રે કોઈ અજાણી વ્યક્તિએ પોતાની નવજાત બાળકીને રાત્રિના અંધકારમાં બ્રિજ નીચે મૂકીને ફરાર થઇ ગઇ હતી. કડકડતી ઠંડીમાં બ્રિજ નીચેથી પસાર થતા કોઈ રાહદારીને બાળકીનો રડવાનો અવાજ સંભળાતા આ સમગ્ર બાબતે પારડી પોલીસને જાણકારી આપી હતી. જેને પગલે પારડી પોલીસની ટીમ અને મહિલા પોલીસકર્મી ઉદવાડા પહોંચ્યા હતા. જ્યાં આ નવજાત બાળકી ઠંડીમાં ઠુઠવાઈ હાલતમાં આક્રંદ કરતી જણાઈ હતી. આ બાળકી ભૂખના માર્યા રડતી અને ધ્રુજતી જણાતા બાળકીને વલસાડ સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર માટે ખસેડવામાં આવી છે અને તેની સારસંભાળ પારડી પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ સતત ખડેપગે રહીને તેની સાથે કરી રહ્યા છે.

નોંધનીય છે કે, આ બાળકી બ્રિજ નીચે કેમ છોડવામાં આવી અને કોણ છોડી ગયું એ બાબતે હાલ તો પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે, પરંતુ લોકોમાં એક એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે, પોતાના પાપને છુપાવવા માટે નિષ્ઠુર જનેતાએ પોતાની બાળકીને બ્રિજ નીચે ત્યજી દીધી હોય એવું જણાઈ આવે છે.

Intro:વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે હાઈવે ઓવરબ્રિજની છે ગઈકાલે મોડી રાત્રે કોઈ નિષ્ઠુર જનેતાએ તેની પંદર દિવસ પહેલાં જન્મેલી બાળકીને ત્યજી દીધી હતી જે મોડીરાત્રે પોલીસ વાળાને મળી આવી હતી કડકડતી ઠંડીમાં બ્રિજ નીચેથી પસાર થતા કોઈ એક રાહદારીએ બાળકી નો અવાજ સાંભળતા પારડી પોલીસને જાણ કરી હતી જેને પગલે પારડી પોલીસ સ્થળ પર પહોંચી ને બાળકનો કબજો મેળવી હાલ બાળકીને વલસાડ સિવિલમાં સારવાર હેઠળ મોકલવામાં આવી છે

Body:સમાજમાં સંતાનસુખ મેળવવા માટે અનેક પરીવારો હોસ્પિટલ કે મંદિરો ની ગણતરી અને પગથિયાં ચડતાં થાક તો નથી હોતા તેમ છતાં પણ કેટલાકને આ સંતાનસુખ મળે છે અને કેટલાકને સંતાનસુખ મળતું નથી પરંતુ જેને સંતાનસુખ મળે છે તેને આ બાબતની કોઈ કદર જ નથી હોતી આવો જ એક કિસ્સો હાલ પ્રકાશમાં આવ્યો છે કુદવાના નેશનલ હાઇવે નંબર 48 ના હોવર બ્રિજ નીચે ગઇકાલે મોડી રાત્રે કોઈ અજાણી નિષ્ઠુર જનેતાએ પોતાની નવજાત બાળકીને રાત્રિના અંધકારમાં બ્રિજ નીચે મૂકીને ફરાર થઇ ગઇ હતી કડકડતી ઠંડીમાં બ્રિજ નીચેથી પસાર થતા કોઈક રાહદારીને બાળકીનો રડવાનો અવાજ સંભળાતા આ સમગ્ર બાબતે પારડી પોલીસને જાણકારી આપી હતી જેને પગલે પારડી પોલીસની ટીમ અને મહિલા પોલીસકર્મી ઉદવાડા પહોંચ્યા હતા જ્યાં આ નવજાત બાળકી ઠંડીમાં ઠુઠવાઈ હાલતમાં આક્રંદ કરતી જણાઈ હતી આ બાળકી ભૂખના માર્યા રડતી અને ધ્રુજતી જણાતા બાળકીને વલસાડ સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર માટે ખસેડવામાં આવી છે અને તેની સારસંભાળ પારડી પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ સતત ખડેપગે રહીને તેની સાથે કરી રહ્યા છે

Conclusion:નોંધનીય છે કે આ બાળકી બ્રિજ નીચે કેમ છોડવામાં આવી અને કોણ છોડી ગયું એ બાબતે હાલ તો પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે પરંતુ લોકોમાં એક એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે પોતાના પાપને છુપાવવા માટે નિષ્ઠુર જનેતાએ પોતાની બાળકીને બ્રિજ નીચે ત્યજી દીધી હોય એવું જણાઈ આવે છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.