વલસાડ: નર્મદા તાપી પારિવારિક અંતર્ગત દક્ષિણ ગુજરાતના 14થી વધુ ગામોમાં આદિવાસી સમાજમાં ભારે વિરોધ ઉઠી રહ્યો છે. જોકે આ વિરોધ રેલીઓ હવે ધીરે ધીરે કોંગ્રેસ સમર્થિત બનતી જઈ રહી હોય, જયારે સામે આવી રહેલી ચૂંટણીને જોતા ડેમેજ કંટ્રોલ(Damage control) કરવાના ઈરાદે કેબિનેટ પ્રધાનઓ(Cabinet Minister) હવે મેદાનમાં આવ્યા છે. વલસાડમાં નાણા ર્પધાન કનુભાઇ દેસાઇ પ્રભારી પ્રધાન નરેશ પટેલ પાણી પુરવઠા પ્રધાન(Minister of Supply) જીતુભાઈ ચૌધરી તેમજ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત વલસાડમાં એક પ્રેસ કોન્ફરન્સ(Press conference) યોજી હતી જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો કે ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓના હિતમાં એવું કોઈ પગલું નહીં ભરે કે જેથી આદિવાસી સમાજના લોકોને(People of tribal society) નુકસાન થાય. તેમજ હાલમાં જ નાના-મોટા ચેકડેમ બનાવવા માટે સરકારે બજેટમાં 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે અને આ તમામ ચેકડેમ સ્થાનિક કક્ષાના લોકો જે સ્થળ આવશે તે જ સ્થળે બનશે.
વલસાડ સર્કિટ હાઉસ ખાતે કેબિનેટ પ્રધાનઓ સાથે એક પત્રકાર પરિષદ યોજી પૈખેડ અને ચાસમાંડવા જેવા ડેમ અંગે ખુલાસો કર્યો - છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લાના ધરમપુર કપરાડા ડાંગના વઘઈ તાપી વ્યારા ડોલવણ જેવા વિસ્તારમાં નર્મદા તાપી રિવર લિંક પ્રોજેક્ટ(Tapi Narmada Link Project) અંતર્ગત આદિવાસી સમાજના લોકોમાં ભારે વિરોધનો સૂર ઉઠયો છે અને ઠેર ઠેર રેલીઓ યોજવામાં આવી રહી છે હાલમાં જ ગાંધીનગર ખાતે પણ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે હકીકતમાં કેન્દ્ર સરકારની આ યોજના ગુજરાતમાં બનશે નહીં તે અંગે સ્પષ્ટપણે ખુલાસો કરવા આજે નાણાપ્રધાન કનુભાઇ દેસાઇ આદિજાતિ વિકાસપ્રધાન નરેશ પટેલ પાણી પુરવઠા પ્રધાન જીતુભાઈ ચૌધરી ધારાસભ્ય રમણભાઈ પાટકર અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની હાજરીમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટપણે કનુભાઇ દેસાઈએ જણાવ્યું કે ભાજપ સરકાર ખેડૂતોના હિતમાં સંસદમાં પસાર કરેલો કાયદો પરત ખેંચી શકી હોય તો આવીજ યોજના પણ ખેડૂતોના હિતમાં અને આદિવાસીના હિતમાં રદ કરશે એવી ચોક્કસ પડે ખાતરી દર્શાવી છે.
સોમવારના રોજ કેબિનેટ પ્રધાન અને ધારાસભ્યનું પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન મોદીને મળવા પહોંચશે - છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ધરમપુર વ્યારા ડાંગ તાપી વગઈ જેવા વિસ્તારમાં નર્મદા તાપી રિવરના મુદ્દે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રોડ પર ઉતરી આવી વિરોધ દર્શાવી રહ્યા છે આ અંગે સરકારમાં અને એક પ્રતિનિધિ મંડળ રૂબરૂ મુલાકાત કરી પણ આવ્યું છે પરંતુ તેમ છતાં પણ હજુ સુધી વિરોધ ચાલુ છે જેને જોતા રિવર લિંક મુદ્દે સ્પષ્ટતા કરવા કેબિનેટ પ્રધાન અને આદિવાસી ધારાસભ્યનું પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા સોમવારના રોજ પહોંચશે અને વડાપ્રધાનના નિર્ણય બાદ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે તેમજ આદિવાસીના હિતમાં હકારાત્મક નિર્ણય વડાપ્રધાન આપશે તેવી ખાતરી કેબિનેટ પ્રધાનઓએ વ્યક્ત કરી છે.
પૈખેડ ડેમ બચાવો સમિતિના સભ્યો એ આજે પ્રધાનની પત્રકાર પરિષદમાં હાજરી આપી - ધરમપુરમાં બનનારા સૂચિત પૈખેડ ડેમ બચાવો સમિતિના સભ્ય ચિંતામણી ભાઈ પાડવી કાશીનાથ ભાઈ મસાલા તેમજ ઝીણાભાઈ પવાર સહિત કેશવભાઈ જાદવ તમામ લોકો આજે આ પત્રકાર પરિષદમાં પહોંચ્યા હતા અને આ સમિતિના સભ્યોએ કબૂલ કર્યું કે કોંગ્રેસી ધારાસભ્યો આદિવાસી સમાજને ડેમ મામલે ગેરમાર્ગે દોરી રહ્યા છે અને ગાંધીનગર સુધી રેલીમાં લઈ ગયા પરંતુ હકીકતમાં કેબિનેટ પ્રધાન અને આદિજાતિ વિકાસ પ્રધાન ના જણાવ્યા મુજબ આદિવાસી સમાજ સાથે સરકાર ક્યારેય પણ અન્યાય નહીં કરે તે અંગે સ્પષ્ટતા કર્યા બાદ સમજાયું છે કે નર્મદા તાપી રિવર લિંક અંતર્ગત મોટી યોજના ના ડેમો આદિવાસી વિસ્તારમાં બનશે નહીં પરંતુ તેમ છતાં પણ કેટલાક લોકો આ બાબત માનવા તૈયાર નથી અને આજે પણ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.
સ્થાનિક કક્ષાએ બનેલી ડેમ બચાવો સમિતિની માંગ - પ્રધાનો અને ધારાસભ્યો તેમના વિસ્તારમાં આવી જાહેર કાર્યક્રમમાં લોકો સમક્ષ ડેમ અંગે ચર્ચા કરે ડેમ બચાવો સમિતિના સભ્યોએ આજે મીડિયા સમક્ષ જણાવ્યું કે ઉપસ્થિત કેબિનેટ પ્રધાન અને ધારાસભ્યો તેમના વિસ્તારમાં આવી ડેમ અંગે સ્પષ્ટતા કરે છે કે આ વિસ્તારમાં નર્મદા તાપી રિવર લિંક અંતર્ગત જે જાહેરાત થઇ જાય તે મુજબ ડેમ બનનાર છે કે નહીં જેથી લોકોમાં ફેલાઇ રહેલી ગેરમાન્યતા દૂર થાય અને આદિવાસી સમાજને ભ્રમિત કરનારા લોકો તેનાથી ચેતી જાય જોકે આ અંગે કેબિનેટ પ્રધાન નરેશ પટેલે ખાતરી આપી કે થોડા જ સમયમાં તે જે તે વિસ્તારની મુલાકાત લઇ સમગ્ર બાબતે લોકોને ડેમ અંગે સાચી હકીકત અંગેની જાણકારી આપશે.
આ પણ વાંચો: Par Tapi Narmada Link Project: પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ સ્થગિત થતાં ધરમપુર ખાતે ભાજપે કરી ઉજવણી
આદિવાસી રેલી માં ભાજપે રજૂ કરેલા ડેમ વિરોધી સમિતિના સભ્યો કોઈ જગ્યા ઉપર દેખાતા નથી ;અનંત પટેલ - પત્રકાર પરિષદ અન્વયે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલમાં ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ પ્રધાનઓ દ્વારા પત્રકાર પરિષદમાં આજે જે લોકોને ડેમ બચાવો સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. આ લોકો આદિવાસી સમાજની થયેલી વિરોધી રેલીમાં કોઈપણ સ્થળે જોવા મળ્યા નથી એટલે કે ભાજપે પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરેલા આ લોકો ક્યાંથી અને કેવી રીતે પહોંચી ગયા એ પણ એક તપાસનો વિષય છે કારણ કે અમારી સાથે સહયોગ માં જોડાયેલા લોકો આજે પણ અમારી સાથે જ છે.
નર્મદા તાપી રિવર link યોજના અંતર્ગત - આમ વલસાડ જિલ્લામાં હવે ચૂંટણી નજીક આવતા નર્મદા તાપી રિવર link યોજના અંતર્ગત જાગૃત થયેલા આદિવાસીઓને વોટ બેંક તૂટે એવી શક્યતાને લઇને ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ કરવા માટે આગળ આવી રહી છે અને આદિવાસી સમાજના લોકોને ડેમ નહિ બને તે અંગે સમજાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.