- તાપીમાં સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃદ્ધ દંપતીને કરી સહાય
- ગાદલા સહિત અન્ય વસ્તુની સહાય કરવામાં આવી
- ઝોપડાની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી આપવામાં આવી
તાપી: કોરોના કાળમાં કેટલાય લોકો આર્થિક રીતે ભાંગી પડ્યા છે આવા લોકોની સામાજિક સંસ્થાઓ દ્વારા ઘણી સેવા કરવામાં આવી હતી. સામાજિક સંસ્થાઓ દ્વારા રસ્તે રઝળતા લોકોની સેવા પણ કરવામાં આવી રહી છે. તાપીમાં રઝળતા વૃદ્ધ દંપતીને સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરોએ ગાદલા અને કપડા સહિતની અન્ય સામગ્રી આપીને મદદ કરી હતી.
આ પણ વાંચો : કોરોના કાળમાં 'શરણમ્ ફાઉન્ડેશન' દ્વારા સતત સેવાકાર્ય ચાલુ
વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી
આ ગરીબ વૃદ્ધ દંપતી પુલની બાજુમાં નીચાણ વાલી જગ્યા પર ઝુપડા જેવું બાધીને રહે છે. હાલ ચોમાસું દરમ્યાન વરસાદી પાણી ભરાવાની શક્યતાં દેખાતા, સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વૃદ્ધ દંપતી ને રહેવા માટે ખોલીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.