જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપ પોતાની મોંઘવારી, ભય, ભ્રષ્ટાચાર, બેરોજગારીથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે જ CAA-NRC જેવા કાયદા લાવ્યું છે. ભાજપની નીતિ ધર્મના નામે ભાગલા કરી રાજ કરવાની નીતિ છે. જેનો કોંગ્રેસ દરેક મોરચે જડબાતોડ જવાબ આપી રહી છે.
ઉમરગામ તાલુકા અને જીલ્લા કોંગેસના હોદ્દેદારોની હાજરી સાથે અમિત ચાવડાએ સંવાદ યોજ્યો. જેમાં સ્થાનિક કોંગ્રેસી કાર્યકર્તાઓને કોંગ્રેસની નબળાઈ અને આગામી રણનીતિ અંગે ચર્ચા કરી હતી. કોંગ્રેસી કાર્યકરોએ તાલુકામા ચાલતા ભ્રષ્ટાચાર અને ભૂમાફિયાઓની બાબતોથી થનારી નુકસાનીને વિધાનસભામાં મૂકવા જણાવ્યું હતુ. સાથે જ કોંગ્રેસ તરફી વાતાવરણ બંને તેવા સૂચનો આપ્યા હતા.
મોટાભાગના કોંગી સભ્યોએ ઉમરગામ તાલુકાના ઉદ્યોગોમાં ભાજપનું રાજ ચાલે છે. એટલે સ્થાનિકો પર અત્યાચાર થતાં હોવાની રજૂઆત અમિત ચાવડા સમક્ષ કરી હતી. સરીગામ ઉદ્યોગના કારણે વધી રહેલા પ્રદૂષણ બાબતે પણ રજૂઆત કરાઈ હતી. અમિત ચાવડાએ કાર્યકરોને સાંભળી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. જેની સામે પ્રજાએ જાગૃત બનવું પડશે અને આંદોલન માટે તેયાર થવા હાકલ કરી હતી. ઉપરાંત ભાજપ પર પેપર લીક કાંડ સહિતના ભ્રષ્ટાચારના આક્ષેપ કરી કોંગ્રેસી કાર્યકરોનું મનોબળ વધારવા આગળ આવવા અપીલ કરી હતી.