ETV Bharat / state

ભીલાડમાંથી શંકાસ્પદ જમાતી મળ્યો, તપાસ માટે કોવિડ હોસ્પિટલમાં મોકલ્યો - વાપી ન્યૂઝ

વલસાડના ભિલાડ વિસ્તારમાં ફરતા અજાણ્યા જમાતી ઇસમને સ્થાનિક લોકોએ પોલીસ હવાલે કર્યો હતો. જ્યાંથી આરોગ્યની ટીમે તેની તપાસ કરી હતી.

suspicious-jamati-was-found-from-bhilad
ભીલાડમાંથી શંકાસ્પદ જમાતી મળ્યો, તપાસ માટે કોવિડ હોસ્પિટલમાં મોકલ્યો
author img

By

Published : Apr 23, 2020, 11:45 PM IST

વાપી: વલસાડ જિલ્લાના ભિલાડ વિસ્તારમાં ફરતા અજાણ્યા જમાતી ઇસમને સ્થાનિક લોકોએ પોલીસ હવાલે કર્યો હતો. જ્યાંથી આરોગ્યની ટીમે તેની તપાસ કરી હતી. જેમાં શરીરની તાપમાન નોર્મલ જણાયું હતું, પરંતુ વારંવારની થુકવાની આદત જોતા તેની વધુ તપાસ અર્થે વાપીની જનસેવા હોસ્પિટલમાં લઈ જવાયો હતો. એક તબક્કે અજાણ્યા ઇસમને ભિલાડ વિસ્તારમાં ફરતો જોતા લોકોમાં ગભરાટનું વાતાવરણ ફેલાયું હતું.

ઉમરગામ તાલુકાના ભીલાડ ટાવર વિસ્તારમાં ગુરુવારે 10 વાગ્યાના અરસામાં એક શંકાસ્પદ જમાતી ઈસમ મળી આવતા ટાવર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેથી લોકોમાં ભયની લાગણી સાથે અનેક શંકા-કુશંકા જતા લોકોએ સ્થાનિક સભ્ય રાજેશ વારલીને જાણ કરતાં તરત ટાવર વિસ્તારમાં આવી પહોંચતા આ શંકાસ્પદ ઈસમ જમીલ ભાઈની ચાલ પાસે ઉભો હતો. શંકાસ્પદ જમાતી ઇસમે પોતાનું નામ મહમ્મદ અમઝદ રફીઉલ્લા જણાવ્યું હતું.

આ ઈસમ છ મહિના અગાઉ યુપીથી આવીને વાપીમાં રહેતો હતો. વાપીમાં તેનો એક સગો ભાઈ પણ રહે છે. તે વાપી ઇમરાન નગરના ઈકબાલભાઈની ચાલમાં રહેતો હોવાની જાણકારી આપી હતી. ભિલાડમાં આવવા પાછળના કારણ અંગે તેણે જણાવ્યું હતું કે, બે મહિના અગાઉ વલસાડ નજીક અતુલ ગામે યોજાયેલા જમાતના સંમેલનમાં ભાગ લીધો હતો. તે દરમિયાન ભિલાડ નજીક ડહેલીના એકતાનગરમાં રહેતા એક જમાતી વ્યક્તિ સાથે મિત્રતા કેળવતા ગુરૂવારના રોજ મિત્રને મળવા વાપીથી ભિલાડ પગપાળા આવ્યો હતો.

એકતા નગર સ્થિત મિત્રની ભાળ ન મળતાં અંતે ટાવર વિસ્તારમાં જમીલ ભાઈની ચાલમાં રહેતા તેના સબંધી ફુફાને મળવા આવતા ચાલમાં રહેતા અન્ય લોકોએ ચાલમાં આવતા અટકાવ્યો હતો અને ગામના સભ્ય રાજેશ વારલી તેમજ ભીલાડના મહિલા સરપંચના પતિ અને સભ્ય કપીલ જાદવને આપતા કપિલ જાદવએ પોલીસ મથકમાં જાણ કરી હતી, ત્યારબાદ ભીલાડ પોલીસે આ શંકાસ્પદ જમાતી ઈસમને પીસીઆર વાન મારફતે ભીલાડ પૂર્વ હાઇવે પરની એક દુકાન ઉપરથી ભીલાડ પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

શંકાસ્પદ ઈસમ પાસેથી પીએસઆઇએ સમગ્ર જાણકારી પ્રાપ્ત કરી તેના સ્વાસ્થ્ય ઉપર શંકા જતા આરોગ્યની ટીમને બોલાવી આ ઈસમનું ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું. ઈસમ વારંવાર થુકતો જણાતા તેની કોરોના વાઇરસની તપાસ અર્થે વાપી જનસેવા હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.