ETV Bharat / state

Sukhram Rathva Statement : કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા અનેક નેતાઓ આજે પણ કોંગ્રેસના સંપર્કમાં છે - Protest Of Par Tapi Narmada Link Project across Narmada

કપરાડામાં કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાનું નિવેદન (Sukhram Rathva Statement )સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા અનેક ધારાસભ્ય અને નેતાઓ આજે પણ કોંગ્રેસના સંપર્કમાં છે.

Sukhram Rathva Statement : કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા અનેક નેતાઓ આજે પણ કોંગ્રેસના સંપર્કમાં છે

author img

By

Published : Mar 21, 2022, 8:45 PM IST

કપરાડાઃ નર્મદા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસી સમાજમાં ભારે વિરોધ (Protest Of Par Tapi Narmada Link Project across Narmada )થઇ રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ આદિવાસી સમાજના નેતા અને ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ધરમપુર ડાંગ વઘઈ અને તાપી જિલ્લામાં રેલીઓ યોજ્યા બાદ આવેદનપત્ર આપવામાં આવ્યું. તેમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. જે બાદ આજે કપરાડામાં પણ આદિવાસી સમાજ દ્વારા ડેમ ના વિરોધમાં એક વિશેષ કાર્યક્રમ અને વિરોધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત રહેલા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ ચકચારી નિવેદન (Sukhram Rathva Statement )આપ્યું છે.

કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં હાલ તો ખળભળાટ મચી ગયો

મીડિયા સમક્ષ સુખરામ રાઠવાનું નિવેદન - વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા આજે કપરાડા ખાતે યોજાયેલી નર્મદા તાપી રિવર લિંક પ્રોજેક્ટની વિરોધ રેલીમાં (Protest Of Par Tapi Narmada Link Project across Narmada )હાજરી આપી હતી. તેમણે મીડિયા સમક્ષ નિવેદન કર્યું હતું કે કોંગ્રેસને છોડીને ભાજપમાં જોડાયેલા અનેક નેતાઓ અને રાજકારણીઓ આજે પણ કોંગ્રેસના સંપર્કમાં (Sukhram Rathva Statement ) છે. તેમજ આગામી ચૂંટણીમાં તેઓ ઘર વાપસી કરી શકે તેવા સંકેતો પણ તેમણે આપ્યા છે. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ ભલે કહે છે કે કોંગ્રેસના અનેક નેતાઓ તેમના સંપર્કમાં છે. પરંતુ આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી નવા ચહેરાઓને તક આપશે .જેને લઇને અનેક દિગ્ગજ નેતાઓની ટીકીટ કપાઇ શકે તેમ છે. જેને પગલે આવા નેતાઓ આજે પણ કોંગ્રેસના મોવડી મંડળ સાથે સંપર્કમાં રહ્યા છે જે ચૂંટણી સમયે સમીકરણ બદલાઇ શકે તેમ છે.

આ પણ વાંચોઃ Par Tapi Narmada Link Project: પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સમાજના હજારો લોકો રસ્તા પર ઉતર્યા

ખોડલધામ અને પટેલ સમાજના અગ્રણી નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો આવકાર આપશે -સુખરામ રાઠવાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે જો પટેલ સમાજના અગ્રણી કોંગ્રેસમાં જોડાવા ઇચ્છે તો કોંગ્રેસ તેને આવકાર (Sukhram Rathva Statement )આપશે. નરેશ પટેલ એક સજ્જન માણસ છે અને જો તેઓ કોંગ્રેસમાં આવે તો આગામી ચૂંટણી બાદ ગુજરાતમાં કોંગ્રેસ સરકાર રચશે. જોકે નરેશ પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવશે કે કેમ તે અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે તમામ જવાબદારીઓ કોંગ્રેસના મોવડી મંડળ નક્કી કરશે.

આ પણ વાંચોઃ River Link Project in Gujarat : પાર, તાપી, નર્મદામાં રિવર લિંક પ્રોજેક્ટ સામે સ્થાનિકોનો સખત વિરોધ

કોંગ્રેસ-ભાજપ બંનેમાં ખળભળાટ મચ્યો છે -વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા દ્વારા મીડિયા સમક્ષ નિવેદન (Sukhram Rathva Statement )બાદ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં હાલ તો ખળભળાટ મચી ગયો છે. આગામી ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022)કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના રાજકારણીઓ સત્તા મેળવવા અને ટિકિટ મેળવવા માટે પક્ષપલટો કરે તો નવાઈ નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.