ETV Bharat / state

ધરમપુર કૉલેજમાં સાયબર સીકયુરીટી અંગે કરાયા માહિતગાર

વલસાડ: હાલ વિદ્યાર્થીઓમાં મોબાઈલ અને ઈન્‍ટરનેટનો મેનિયા જોવા મળી રહ્યો છે. ત્યારે વનરાજ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ અને ધરમપુરના એન.એસ.એસ. અને સપ્તધારા સમિતિના ઉપક્રમે લક્ષ્મી ઇન્‍સ્‍ટીટયૂટ ઓફ ટેકનોલોજીના પ્રોફેસર રાજવી પટેલે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ એન્‍ડ સાયબર સિક્‍યુરીટી અંગે સાવચેત કર્યા હતા.

etv bharat valsad
author img

By

Published : Sep 17, 2019, 2:11 PM IST

આજના યુવાનો મોબાઈલ અને ઈન્‍ટરનેટનો ખૂબજ ઉપયોગ કરી રહ્યા છે. તેઓમાં મોબાઈલ અને ઈન્‍ટરનેટનો મેનિયા જોવા મળે છે. તેના પરિણામે મની ફ્રોડ, હેકિંગ, સાયબર ટેરર જેવા ક્રાઈમ થાય છે. અનઅધિકૃત સાયબર કાફેમાં ઇન્‍ટરનેટ સર્ફિંગ કરવામાં આવે ત્‍યારે કી-બોર્ડના ઉપયોગ દરમિયાન આંગળીઓના ઇમ્‍પ્રેસનનો ઉપયોગ કરી સાયબર ટેરરો કેવી રીતે નુકશાન પહોંચાડી શકે છે તેની વિસ્‍તૃત જાણકારી આપી હતી.

ધરમપુર કૉલેજના વિદ્યાર્થીઓને સાયબર સીકયુરીટી અંગે માહિતગાર કરાયા
ધરમપુર કૉલેજના વિદ્યાર્થીઓને સાયબર સીકયુરીટી અંગે માહિતગાર કરાયા

સાયબર સિક્‍યુરીટી અંગે સાવધ કરતા કહ્યુ કે, વિદ્યાર્થીઓને પાસવર્ડ સ્‍ટ્રોંગ બનાવવા આલ્‍ફાબેટ, ન્‍યુમેરિક તથા સ્‍પેશિયલ કીનો ઉપયોગ કરી પાસવર્ડ બનાવવા જોઇએ, અજાણી કે ખરાબ વેબસાઈટ સર્ચ ન કરવી, ઈન્‍ટરનેટ પરથી ડેટા ડાઉનલોડ કરી તેને સ્‍કેન કરવા, પાસવર્ડ અને સીવીવી કોઈને પણ શેર ન કરવા જણાવ્‍યું હતું. કોમ્‍પ્‍યુટર-લેપટોપ પરના વાઈરસ જેવા કે, માલવેર, ટ્રોજન હોર્સથી ડેટા કરપ્‍ટ થતા રોકવા અને પેઈડ એન્‍ટી વાઈરસ સોફટવેર નાખવાનું સૂચન કર્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડૉ.વી.ડી.પટેલે સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર ડૉ.શૈલેષ રાઠોડે કરી હતી. આ કાર્યક્રમને શ્રી એમ.એસ.વી.એસ. કેળવણી મંડળના હોદ્દેદારો સર્વે ઈશ્વરભાઈ પટેલ, ધનેશ ચૌધરી, કનુભાઈ રાઠોડ તેમજ કેમ્‍પસ ડાયરેક્‍ટર દિનેશસિંહ દોડીયા અને સમગ્ર ટ્રસ્‍ટીગણે શુભકામના પાઠવી હતી.

Intro:વનરાજ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ, ધરમપુરના એન.એસ.એસ. તથા સપ્તધારા સમિતિના ઉપક્રમે લક્ષ્મી ઇન્‍સ્‍ટીટયૂટ ઓફ ટેકનોલોજીના પ્રા. રાજવી પટેલે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ એન્‍ડ સાયબર સિક્‍યુરીટી અંગે દિનપ્રતિદિન સાયબર ગુનાઓ બાબતે સચેત કર્યા હતા.
Body:આજના યુવાનોમાં મોબાઈલ અને ઈન્‍ટરનેટનો અતિશય ઉપયોગ કરી રહ્યા છે. તેઓમાં મોબાઈલ અને ઈન્‍ટરનેટનો મેનિયા જોવા મળે છે. તેના પરિણામે મની ફ્રોડ, હેકિંગ, સાયબર ટેરર જેવા ક્રાઈમ થાય છે. યુવાનોમાં ઉગ્રતા, ડિપ્રેશન પ્રવર્તેતું હોવાથી મોબાઈલ પર ઈન્‍ટરનેટ ઉપયોગ કરી યુવાનો બ્‍લુ વ્‍હેલ ગેમ રમી સ્‍યૂસાઈડ કરવાના બનાવો બનતા સરકારે તેના પર પ્રતિબંધ મુક્‍યો હતો. અનઅધિકૃત સાયબર કાફેમાં ઇન્‍ટરનેટ સર્ફિંગ કરવામાં આવે ત્‍યારે કી-બોર્ડના ઉપયોગ દરમિયાન આંગળીઓના ઇમ્‍પ્રેસનનો ઉપયોગ કરી સાયબર ટેરરો કેવીરીતે નુકશાન પહોંચાડી શકે છે, તેની વિસ્‍તૃત જાણકારી આપી હતી. સાયબર સિક્‍યુરીટી અંગે સાવધ કરતા તેણીએ વિદ્યાર્થીઓને પાસવર્ડ સ્‍ટ્રોંગ બનાવવા આલ્‍ફાબેટ, ન્‍યુમેરિક તથા સ્‍પેશિયલ કીનો ઉપયોગ કરી પાસવર્ડ બનાવવા, અજાણી કે ખરાબ વેબસાઈટ સર્ચ ન કરવા, ઈન્‍ટરનેટ પરથી ડેટા ડાઉનલોડ કરી તેને સ્‍કેન કરવા, પાસવર્ડ અને સીવીવી કોઈને પણ શેર ન કરવા જણાવ્‍યું હતું. કોમ્‍પ્‍યુટર-લેપટોપ પરના વાઈરસ જેવા કે, માલવેર, ટ્રોજન હોર્સથી ડેટા કરપ્‍ટ થતા રોકવા પેઈડ એન્‍ટી વાઈરસ સોફટવેર નાખવાનું સૂચન કર્યું હતું.Conclusion:કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડૉ.વી.ડી.પટેલે સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર ડૉ.શૈલેષ રાઠોડે કરી હતી.
આ કાર્યક્રમને શ્રી એમ.એસ.વી.એસ. કેળવણી મંડળના હોદ્દેદારો સર્વે ઈશ્વરભાઈ પટેલ, ધનેશ ચૌધરી, કનુભાઈ રાઠોડ તેમજ કેમ્‍પસ ડાયરેક્‍ટર દિનેશસિંહ દોડીયા અને સમગ્ર ટ્રસ્‍ટીગણે શુભકામના પાઠવી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.