વલસાડ જિલ્લાના અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા અંતરિયાળ એવા કપરાડા તાલુકાના મોટી પલસણ ગામે ધરમપુર વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો NSSનો વાર્ષિક શિબિર પ્રારંભ થયો છે. પ્રારંભ થયેલા આ કાર્યક્રમમાં કોલેજના પૂર્વ આચાર્ય યોગેશભાઈ ભટ્ટ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં સેવાકીય કામગીરી કેવી રીતે કરવી તે અંગે તેઓ કેમ્પમાંથી મહત્વની સીટ મળશે અને અંતરિયાળ વિસ્તારમાં હાથ વગી સામગ્રી ન હોવા છતાં પણ કામગીરી કઈ રીતે કરવી તેનું આયોજન તેઓને આ કેમ્પમાં શીખવા મળશે.
![કપરાડાના મોટી પલસણ ગામે 7 દિવસ માટે ધરમપુર કોલેજમા NNS કેમ્પનો પ્રારંભ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-02-nss-camp-inogration-photostory-7202749_06122019181744_0612f_02234_992.jpg)