- પારડી પોલીસ મથકના ASIને અપાયુ વિશેષ સન્માન
- બાળકીને એક જનેતા જેવો પ્રેમ અને હૂંફ આપી સેવા આપવા બદલ સન્માન
- રાજ્ય કક્ષાના પ્રધાન ઈશ્વર સિંહ પટેલના હસ્તે કરાયુ સન્માન
વલસાડઃજિલ્લાના પારડી પોલીસ મથકમાં 25 ડિસેમ્બરના રોજ એક બાળકી મળી આવી હતી. એક અજાણી બાળકીને પહોંચેલી ઈજાઓને કારણે તેની સારવાર ચાલી હતી. આ બાળકી પાસે કોઈ પરિજન ના હોવાથી પારડી પોલીસ મથકના ASI તૃપ્તિ સરૈયાને ફરજ આપવામાં આવી હતી. તેમણે પોતાની ફરજની સાથે સાથે બાળકીને એક જનેતાની લાગણી જેવી હૂંફ અને કાળજી રાખી, બાળકીની સાથે તેઓ ખડે પગે રહ્યા હતા. એક જનેતા પ્રેમ આપે એવો પ્રેમ તૃપ્તિ બેને બાળકીને આપ્યો હતો. સતત 15 દિવસ સુધી હોસ્પિટલમાં સાથે રહ્યા હતા. આ તમામ બાબતને ધ્યાને રાખી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજ્ય કક્ષાના પ્રધાનના હસ્તે કરાયુ સન્માન
વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજિત પ્રજા સત્તાક પર્વે ધ્વજવંદન માટે હાજરી આપવા માટે આવેલા રાજ્ય કક્ષાના રમત ગમત અને સહકાર પ્રધાન ઈશ્વર સિંહ પટેલના હસ્તે જિલ્લાના 33 વિશેષ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં તૃપ્તિ સરૈયાનો પણ સમાવેશ થયો છે.
અગાઉ પણ નવજાત મળેેલી બાળકીને તેમણે સાચવી હતી
પારડી પોલીસને આ અગાઉ પણ એક નવજાત બાળકી મળી આવી હતી. તે બાળકીને પણ સાચવવા અને એક જનેતા કરતા પણ વધુ પ્રગાઢ પ્રેમ અને હૂંફ તેમણે પૂરી પાડી હતી. નોંધનીય છે કે, પારડી પોલીસ મથકના મહિલા ASI તૃપ્તિ બેનને વિશેષ સન્માન મળતા પારડી પોલીસ મથકના અનેક કર્મચારીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.