- દર્દીઓની સંખ્યાને પહોંચી વળવા માટે 300 જેટલા બેડની વ્યવસ્થા
- પુરુષ અને મહિલાઓ માટે અલગ-અલગ તેમજ 34 જેટલા ICU બેડ
- 9 વોર્ડની દેખરેખ માટે વિશેષ CCTV વ્યવસ્થા
વલસાડ: ગુજરાતના દરેક મોટા શહેરોની સાથે નાના જિલ્લાઓમાં પણ કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાં 25 માર્ચથી 2 એપ્રિલ સુધીમાં 113 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તમામ દર્દીઓને સારવાર આપવા માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં 300 જેટલા બેડની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને પર્યાપ્ત માત્રામાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
હાલ વલસાડ સિવિલ હોસ્પિટલમાં 74 જેટલા કોઈના દર્દીઓ સારવાર હેઠળ
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 1,565 જેટલા કુલ કોરોનાના દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં કેટલાક દર્દીને સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી છે. હાલ સેકન્ડ રાઉન્ડ શરૂ થતાં છેલ્લા એક અઠવાડિયાથી વલસાડ જિલ્લાનો આંકડો 100ને આંબી ગયો છે. ત્યારે હાલ વલસાડ સિવિલ હોસ્પિટલમાં 74 જેટલા દર્દીઓ જેઓ સારવાર લઇ રહ્યા છે.
આ પણ વાંચો: કોરોના બેકાબૂ થતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અધિકારીઓ સાથે યોજી બેઠક
વલસાડ સિવિલ હોસ્પિટલ કોવિડ-19ના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે વિશેષરૂપે સજ્જ
વલસાડ સિવિલ હોસ્પિટલ કોવિડ-19ના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે વિશેષરૂપે સજ્જ છે. જ્યાં 300 બેડની વ્યવસ્થા છે. જેમાં 74 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 34 જેટલા બેડ ICU તરીકે ઉભા કરવામાં આવ્યા છે અને સતત આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ સિવિલ હોસ્પિટલના પેરામેડિકલ સ્ટાફ દર્દીઓને સારવાર માટે પોતાની ફરજ બજાવી રહ્યા છે.
આ પણ વાંચો: દિલ્હીની સેંટ સ્ટીફેંસ કોલેજની હોસ્ટેલમાં 13 વિદ્યાર્થીઓ સાથે 2 અધિકારી કોરોના સંક્રમિત