ETV Bharat / state

વલસાડમાં સોનલ બીજની ઉજવણી કરાઈ - sonal bij celebration in valsad

વલસાડઃ  'શિક્ષિત બનો, સંગઠીત બનો, વ્યસન મુક્તિ બનો'નો સંદેશ આપનાર ચારણ-ગઢવી સમાજના ઉદ્ધારક અને પરમ પૂજ્ય આઈ શ્રી સોનલ માંના 97માં પ્રાગટ્ય દિન નિમિત્તે વલસાડ ખાતે આવેલ શ્રી ઓધવરામ પાર્ટી પ્લોટમાં શુક્રવારે સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રા, સંતવાણી, મહાપ્રસાદ, મહાઆરતી સહિતના ભવ્ય આયોજન સાથે સોનલ બીજની ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવી.

sonal bij celebration in valsad
sonal bij celebration in valsad
author img

By

Published : Dec 28, 2019, 8:06 AM IST

દર વર્ષે પોષ સુદ બીજના રોજ ચારણ-ગઢવી સમાજના ઉદ્ધારક આઈ શ્રી સોનલ માંનો જન્મદિવસ છે. ચારણ-ગઢવી સમાજ દર વર્ષે આ દિવસને સોનલ બીજ તરીકે ઉજવે છે. જે અંતર્ગત વલસાડના ધરમપુર ચાર રસ્તા પાસે શ્રી ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સોનલ બીજની ઉજવણી કરી હતી. જેમાં વલસાડ, નવસારી, દમણ અને સેલવાસમાં વસતા ચારણ-ગઢવી સમાજના લોકો ઉમળકાભેર જોડાયા હતા. સોનલ બીજ ઉત્સવમાં ખાસ ઉપસ્થિત સમાજના આગેવાનોએ સોનલ માંની આરતી ઉતારી માતાજીના ઉપદેશોને વ્યવહારિક જીવનમાં ઉતારવા, સમાજના હિત માટે આગળ આવવા જણાવ્યું હતું. આઈ શ્રી સોનલ માંએ સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા, કુરિવાજો દૂર કરવા અથાગ મહેનત કરી હતી.

સોનલ બીજની ઉજવણી કરવામાં આવી

33માં પરમ પૂજ્ય આઈ શ્રી સોનલમાં જન્મોત્સવ પર્વમાં શ્રી ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના વડીલોનું સ્વાગત કરી નર્સરીથી કોલેજ સુધી અભ્યાસ કરતા યુવક, યુવતીઓ ,બાળકો અને બાલિકાઓને પ્રોત્સાહિત કરી શૈક્ષણિક કીટ આપી શિક્ષણક્ષેત્ર સમાજનું નામ રોશન કરવાના આશીર્વાદ આપ્યા હતાં. સમાજના વડીલોએ તેમજ ઉચ્ચ સરકારી હોદ્દા પર ફરજ બજાવતા સરકારી અધિકારી, ધંધા રોજગાર ક્ષેત્રે જોડાયેલ સમાજના પ્રતિષ્ઠિત વેપારીઓ અને અગેવાનોનું પણ સ્વાગત કરી મહાપ્રસાદ, રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવાર સાંજની મહાઆરતીમાં ભક્તો ઉમળકાભેર જોડાયા હતા.

રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. સંતવાણીમાં ગુજરાતના જાણીતા ભજનિક જયમંત દવે, લોકગાયક તેજદાન ગઢવી, લોક સાહિત્યકાર રાયદેભા ગઢવી અને કોકિલકંઠી ગાયિકા અપેક્ષાબેન પંડ્યા ભજન અને સંતવાણીમાં પોતાનો સુર આપ્યો હતો.

સોનલ બીજ મહોત્સવમાં સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમાજના દરેક લોકોને સોનલ બીજની શુભ કામના પાઠવી આઈ શ્રી સોનલ માં સૌના જીવનમાં સુખશાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના આગેવાનોએ કરી હતી. આ કર્યક્રમમાં મોટી સંખ્યામાં ગઢવી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આઈ શ્રી સોનલ માંના ઉપદેશોને જીવનમાં ઉતારવા કટીબદ્ધ થયા હતા.

Intro:Location :- vapi

વાપી :- શિક્ષિત બનો, સંગઠીત બનો, વ્યસન મુક્તિ બનોનો સંદેશ આપનાર ચારણ-ગઢવી સમાજના ઉદ્ધારક અને પરમ પૂજ્ય આઈશ્રી સોનલમાંના 97માં પ્રાગટ્ય દિન નિમિત્તે વલસાડ ખાતે આવેલ શ્રી ઓધવરામ પાર્ટી પ્લોટમાં શુક્રવારે ભવ્ય સોનલ બીજની ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રા, સંતવાણી, મહાપ્રસાદ, મહાઆરતી સહિતના ભવ્ય આયોજન સાથે કરવામાં આવેલ સોનલ બીજની ઉજવણીમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને આઈ શ્રી સોનલ માં ના ઉપદેશોને જીવનમાં ઉતારવાના કોલ લીધા હતાં. 

Body:દર વર્ષે પોષ સુદ બીજનાં ચારણ-ગઢવી સમાજમાં ઉદ્ધારક આઈ શ્રી સોનલ માં નો જન્મદિવસ છે. ચારણ-ગઢવી સમાજ દર વર્ષે આ દિવસને સોનલ બીજ તરીકે ઉજવે છે. જે અંતર્ગત વલસાડના ધરમપુર ચાર રસ્તા પાસે શ્રી ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સોનલ બીજની ઉજવણી કરી હતી. જેમાં  વલસાડ, નવસારી, દમણ અને સેલવાસમાં  વસતા ચારણ-ગઢવી સમાજના લોકો ઉમળકાભેર જોડાયા હતાં. સોનલ બીજ ઉત્સવમાં ખાસ ઉપસ્થિત સમાજ ના આગેવાનોએ સોનલ માં ની આરતી ઉતારી માતાજીના ઉપદેશોને કાયમ જીવનમાં ઉતારવા, સમાજના હિત માટે આગળ આવવા જણાવ્યું હતું. આઈ માં સોનલ માએ સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા, કુરિવાજો દૂર કરવા અથાગ મહેનત કરેલી અને સતત એ જ સંદેશ આપતા રહેતા. 

33માં પરમ પૂજ્ય આઈ શ્રી સોનલમાં જન્મોત્સવ પર્વમાં શ્રી ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા  સમાજના વડીલોનું સ્વાગત કરી નર્સરી થી કોલેજ સુધી અભ્યાસ કરતા યુવક યુવતીઓ બાળકો બલિકાઓને પ્રોત્સાહિત કરી શૈક્ષણિક કીટ આપી શિક્ષણક્ષેત્ર સમાજનું નામ રોશન કરવાના આશીર્વાદ આપ્યા હતાં. સમાજના વડીલોએ તેમજ ઉચ્ચ સરકારી હોદ્દા પર ફરજ બજાવતા સરકારી અધિકારી, ધંધા રોજગાર ક્ષેત્રે જોડાયેલ સમાજના પ્રતિષ્ઠિત વેપારીઓ અગેવાનોનું પણ  સ્વાગત કરી  મહાપ્રસાદ,  રાસગરબા ના રામઝટની મોજ માણી હતી અને સાંજે  મહાઆરતીમાં ઉમળકાભેર જોડાયા હતા

તો રાત્રે  ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય રાત્રે 9 વાગ્યે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંતવાણીમાં ગુજરાતના જાણીતા ભજન આરાધક જયમંત દવે, લોકગાયક તેજદાન ગઢવી, લોક સાહિત્યકાર રાયદેભા ગઢવી અને કોકિલકંઠી ગાયિકા અપેક્ષાબેન પંડ્યા ભજનની અને સંતવાણીની રમઝટ બોલાવશે તેવું સમાજના અગ્રણીઓ જણાવ્યું હતું.

Conclusion:સોનલ બીજ મહોત્સવમાં સમાજના અગ્રણી રાણાભાઈ ગઢવી, રાજુભાઇ ગઢવી, રમેશભાઈ ગઢવી નવસારી, રમેશભાઈ ધારાણી, સુમનભાઈ  રત્નું , ગજેન્દ્ર ચારણ, મહેન્દ્રદાન ચારણ, માલદાનભાઈ કાગ, ગોવિંદભાઇ ગઢવી, હમીરભાઈ ગઢવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના દરેક લોકોને સોનલ બીજની શુભ કામના પાઠવી આઈ શ્રી સોનલ માં સૌના જીવનમાં સુખશાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.