ETV Bharat / state

વલસાડમાં બહુમાળી બિલ્ડીંગનો સ્લેબ તૂટ્યો, કોઈ જાનહાની નહીં

વલસાડઃ જિલ્લાની સરકારી જૂની છ માળની બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડતા ગભરાટ ફેલાયો છે. વર્ષો જૂની આ બિલ્ડિંગ છેલ્લા કેટલાક સમયથી અત્યંત જર્જરિત બની હોવા છતાં પણ આ છ માળની બિલ્ડિંગમાં હજુ પણ અનેક સરકારી કચેરીઓ ચાલી રહી છે.

વલસાડ
author img

By

Published : Jul 5, 2019, 9:41 AM IST

વલસાડમાં વર્ષો જૂની બિલ્ડીંગમાં સરકારી કચેરીઓ ધમધમી રહી છે. છ માળની બહુમાળી બિલ્ડીંગમાં છેલ્લા કેટલાક સમયથી જર્જરિત બની હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની દરકાર લેવામાં આવતી નથી. બિલ્ડીંગના છઠ્ઠા માળે ચાલતી વિવિધ કચેરીઓ જેવી કે, રજીસ્ટ્રાર કચેરી, નશાબંધી અને આબકારી વિભાગ, ખેલકૂદ વિભાગ નેહરુ યુવા કેન્દ્ર કચેરીઓ આવેલી છે. ચોમાસા દરમિયાન આ જગ્યાએ ઉપરથી પાણી પડી રહ્યું છે તેવું જણાવી રહ્યા છે.

ગુરૂવારે રજિસ્ટ્રાર કચેરીના સ્ટોરરૂમની દિવાલ ઉપર બનાવવામાં આવેલો સ્લેપનો મોટો પોપડો અચાનક તૂટી પડતા અહીં કામ કરનારા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. જો કે, આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ સરકારી તંત્ર આ બાબતને ગંભીરતાથી યોગ્ય કાર્યવાહી કરે જરૂરી છે. નહીતર આગામી સમયમાં કોઈ મોટી જાનહાનિ થવાની શક્યતાઓ રહેલી છે.

વલસાડમાં બહુમાળી બિલ્ડીંગનો સ્લેબ તૂટ્યો, કોઈ જાનહાની નહીં

વલસાડની આ બહુમાળી બિલ્ડિંગમાં અનેક સરકારી કચેરીઓ ધમધમી રહી છે. જે માળ જર્જરિત છે તેના છઠ્ઠા માળે રજીસ્ટાર કચેરી આવેલી છે અને જે જગ્યા ઉપરથી સ્લેપનો પોપડો ખરી પડ્યો તે સ્થળ ઉપર તેનું સ્ટોરરૂમ બનાવેલું છે. તેની અંદર અનેક મહત્વના કાગળો અને દસ્તાવેજો મૂકવામાં આવેલા છે. જેમાં પણ વરસાદી પાણી મળતું હોવાનું તપાસ કરતાં બહાર આવ્યું છે. ત્યારે જો આગામી સમયમાં આ જર્જરીત બિલ્ડીંગ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કે, વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે તો મોટી જાનહાની થઈ શકે તેમ છે.

Intro:વલસાડ જિલ્લાની સરકારી જૂની બહુ મળી છ માળની બિલ્ડીંગ નો સ્લેબ નો પોપડો ખરી પડતા ગભરાટ ફેલાયો છે વર્ષો જૂની આ બિલ્ડિંગ છેલ્લા કેટલાક સમયથી અત્યંત જર્જરિત બની છે છતાં પણ આ છ માળની બિલ્ડિંગમાં હજુ પણ અનેક સરકારી કચેરીઓ ચાલી રહી છે

Body:વલસાડ શહેરમાં વર્ષો જુની એવી સરકારી કચેરીઓથી ધમધમતી છ માળની બહુમાળી બિલ્ડીંગ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત બની છે એમાં પણ છઠ્ઠા માળે ચાલતી વિવિધ કચેરીઓ જેવીકે રજીસ્ટ્રાર કચેરી નશાબંધી અને આબકારી વિભાગ ખેલકૂદ વિભાગ નેહરુ યુવા કેન્દ્ર આ તમામ કચેરીઓ છઠ્ઠા માળે આવેલી છે અને છઠ્ઠો માળ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ જર્જરિત હાલતમાં છે ચોમાસા દરમ્યાન અહીં ઉપરથી પાણી પડતું હોવાનું અહીં કામ કરતાં લોકો જણાવી રહ્યા છે તો ગઈકાલે રજિસ્ટ્રાર કચેરીના સ્ટોરરૂમ ની દિવાલ ઉપર બનાવવામાં આવેલો સ્લેપ નો મોટો પોપડો અચાનક ધડાકાભેર નીચે ખરી પડયો હતો જેને લઈને અહીં કામ કરનારા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે વળી દિવસ દરમિયાન અહીં હજારો લોકોની આવન-જાવન રહે છે ત્યારે અચાનક ઉપરથી પડેલા પોપડા ને લઈને ગભરાટ ફેલાયો હતો લોકોનું કહેવું હતું કે જો હી કોઈ નીચે પસાર થતું હોત અને એ જ સમયે પોપડો કર્યો હોત આ તો નક્કી જાનહાનિ થઇ હતી પરંતુ સરકારી તંત્ર આ બાબતને ગંભીરતાપુર્વક લઈ યોગ્ય કાર્યવાહી કરે જરૂરી છે નહીં તો આગામી સમયમાં કોઈ મોટી જાનહાનિ બની શકે તેવી શક્યતાઓ રહેલી છે

Conclusion:છ માળની બનેલી આ બહુમાળી બિલ્ડિંગમાં અનેક સરકારી કચેરીઓ હાલમાં ધમધમે છે અને જે માળ જર્જરિત છે એ છઠ્ઠા માળે રજીસ્ટાર કચેરી આવેલી છે અને જે જગ્યા ઉપર થી સ્લેપ નો પોપડો ખરી પડ્યો એ સ્થળ ઉપર તેઓનું સ્ટોરરૂમ બનાવેલું છે અને તેની અંદર અનેક મહત્વના કાગળો અને દસ્તાવેજો મૂકવામાં આવેલા છે જેમાં પણ વરસાદી પાણી મળતું હોવાનું તપાસ કરતાં બહાર આવ્યું છે ત્યારે જો આગામી સમયમાં આ જર્જરીત બિલ્ડીંગ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કે વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે તો અહીં મોટી જાનહાનિ બની શકે એમ છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.