ETV Bharat / state

વલસાડ: સિંધી સમાજના લોકોએ ચેટીચાંદની ઉજવણી પોતાના પરિવાર સાથે ઘરમાં જ કરી - sindhi communityc celebrate chetichand in home

વલસાડ શહેરમાં વસવાટ કરતા સિંધી સમાજના લોકો દ્વારા ચેટીચાંદ સિંધી સમાજના નવા વર્ષની ઉજવણી કરોનાને કારણે પોતાના ઘરમાં જ પરિવાર સાથે કરી હતી.

a
વલસાડ સિંધી સમાજના લોકોએ ચેટીચાંદની ઉજવણી પોતાના પરિવાર સાથે ઘરમાં જ કરી
author img

By

Published : Mar 26, 2020, 11:36 PM IST

વલસાડઃ સામાન્ય રીતે ચેટીચાંદની ઉજવણી વલસાડ શહેરમા ઝુલુસ અને મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ કોરનાને લઈને શહેરમાં લાગેલી 144ની કલમને ધ્યાને રાખી તેમજ વડાપ્રધાનની વાતનું માન રાખીને સિંધી સમાજ વલસાડ દ્વારા ચેટીચાંદની ઉજવણી તમામ સિંધી પરિવારોએ ઘરે રહીને કરી હતી.

સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસ જેવા રોગને લીધે લોકો ઘરની બહાર જવાનું ટાળે છે. ત્યારે વલસાડ સિંધી સમાજ દ્વારા પણ દર વર્ષે વલસાડ શહેરના મુખ્ય માર્ગો પર વાજતે ગાજતે જુલેલાલ શોભાયાત્રા કાઢવામાં આવે છે. ચેટીચંદ નિમિત્તે સિંધી સમાજ દ્વારા કોરોના વાઈરસ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્રને સમર્થન આપી સમગ્ર સિંધી સમાજે શોભાયાત્રાનું આયોજન સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવ્યું હતું, અને ઘરમાં જ પરિવાર સાથે ઝૂલેલાલ ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

સિંધી સમાજના લોકોએ ભગવાન ઝૂલેલાલ ને પ્રાર્થના પણ કરી કે સમગ્ર વિશ્વને પોતાના ભરડા માં લઇ રહેલ કરોના વાયરસ થી વિશ્વ ના તમામ લોકોને બચાવે તમામ લોકોને તંદુરસ્તી બક્ષે તેવી પ્રાર્થના કરી હતી.

મહત્વનું છે વલસાડ શહેરમામાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો વસવાટ કરે છે. તેઓનું નવું વર્ષ તેમણે પ્રથમ વાર પોતાના ઘરે રહી ને પરિવાર સાથે જ ઉજવણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.