સેલવાસ અને ગુજરાતના વાપીની વચ્ચે આવેલ લવાછા ગામના રામેશ્વર મહાદેવ મંદિરનું પ્રાંગણ હાલ શ્રાદ્ધના શ્લોકથી ગુંજી રહ્યું છે. અહીં નજીકમાં જ દમણગંગા નદી પસાર થતી હોવાથી હજારો લોકો શ્રાદ્ધ પખવાડિયામાં પિતૃઓના શ્રાદ્ધ માટે આવે છે. જેમાં ભગવાન વિષ્ણુનું પૂજન કરી પિંડદાન અને તર્પણ કરવામાં આવે છે.
હિન્દુ ધર્મના દરેક પરિવારના વ્યક્તિએ પોતાના મૃતક સ્વજનોનું તિથિ મુજબ શ્રાદ્ધકર્મ કરવાનું હોય છે. સાથે જ પિતૃ શ્રાદ્ધમાં બનાવેલ મીઠાઈ પકવાનને પશુ-પક્ષીઓ અને જળચર જીવોમાં પિતૃઓનો વાસ સમજી ભોજન કરાવવામાં આવે છે, પરંતુ આધુનિક પેસ્ટીસાઈડના જમાનામાં કાગડા ભાગ્યે જ જોવા મળે છે તેવો વસવસો બ્રાહ્મણો વ્યક્ત કરી રહ્યા છે.