ETV Bharat / state

Sextortion In Valsad: સેક્સટોર્શનનો ભોગ બનેલા લોકોને ફરિયાદ નોંધાવવા વલસાડ DSPની અપીલ - ઇન્સ્ટાગ્રામ પર સેક્સટોર્શન

સોશિયલ મીડિયા પર સેક્સટોર્શનનો (Sextortion In Valsad) ભોગ બનેલા લોકોને ફરિયાદ નોંધાવવા વલસાડના DSPએ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ફરિયાદ નોંધાવનારાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. આ ઉપરાંત તેમણે અજાણ્યા લોકોની રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરવાની પણ સલહ આપી હતી.

Sextortion In Valsad: સેક્સટોર્શનનો ભોગ બનેલા લોકોને ફરિયાદ નોંધાવવા વલસાડ DSPની અપીલ

author img

By

Published : Mar 12, 2022, 3:28 PM IST

વલસાડ: આજકાલ સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક તત્વો દ્વારા લોકોને વિવિધ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર બ્લેકમેઇલ (Sextortion In Valsad) કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. કેટલાક તત્વો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિક્વેસ્ટ (Black Mailing On Social Media) મોકલી વાત ચાલુ કરે છે અને પછી તરત વિડીયો કોલ કરીને ન્યુડિટી સાથેનો વિડીયો બતાવી સ્ક્રીન કેપ્ચર કરીને સામેવાળાને બ્લેકમેઇલ કરે છે. ભોગ બનેલા લોકો ઈજ્જત જવાના ડરથી ફરિયાદ નથી કરતા. આ કારણે ગુનો કરનારા લોકોને મોકળું મેદાન (Crime Trough Social Media) પ્રાપ્ત થઇ રહ્યું છે.

સેક્સટોર્શનનો ભોગ બનેલા લોકો ઈજ્જત જવાના ડરથી ફરિયાદ નથી કરતા.

ફરિયાદ કરનારાઓના નામ ગુપ્ત રાખવામાં આવશે

આવા લોકોને કાયદાનું ભાન કરાવવા માટે ભોગ બનેલા લોકો ડર્યા વગર સાઈબર ક્રાઈમ પોલીસ (Cyber Crime Police Valsad)નો સંપર્ક કરી વિગતો આપે જેથી ગુનેગારોને પકડી શકાય. એટલું જ નહીં ફરિયાદ કરવા આવનારાના નામો ગુપ્ત રાખવામાં આવશે તેની સંપૂર્ણ ખાતરી DSPએ આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અનેક એવા એકાઉન્ટ્સ છે જેમાં યુવતીઓ વિડીયો કોલ કરી કપડાં ઉતારી દે છે. આજકાલ યુવકો હોય કે યુવતી બાળકો હોય કે વૃધ્ધો સોશિયલ મીડિયા (Use Of Social Media In India)માં રહેવું, નવા મિત્રો બનાવવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો: વલસાડની યુવતીને બ્લેકમેઇલ કરતો યુવાન જેલ હવાલે

ન્યૂડ વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી બ્લેક મેઇલિંગ

ત્યારે આવા સમયે સોશિયલ મીડિયામાં રંગીન મિજાજના લોકોને ફસાવવા માટે કેટલાક તત્વો સક્રિય છે. તેમના દ્વારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Sextortion On Instagram) કે ફેસબુક ઉપર રિક્વેસ્ટ મોકલી, મિત્રતા કેળવી, વિડીયો કોલ કરીને પોતાના કપડાં ઉતરતો હોવાનો વિડીયો દર્શાવ્યા બાદ સામે છેડેથી જોનારાના વિડીયો કોલ રેકોર્ડિંગ કરી તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અપલોડ કરી દેવાની ધમકીઓ આપે છે અને નાણાની માંગ કરે છે.

આ પણ વાંચો: Gay Trap in Rajkot : રાજકોટમાં મંદિરના સેવક સાથે સમલૈંગિક સંબંધ બાંધી બ્લેકમેઇલ, કરી 4 કરોડની માંગણી

અજાણ્યા લોકોની રિક્વેસ્ટ સ્વીકારવી નહીં

સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવતા લોકો સ્વજનો અને સમાજમાં ઇજ્જત જવાના ડરે પૈસા આપી દે છે. પરંતુ તેઓ આવા કિસ્સામાં ફરિયાદ (Sextortion Cases In Gujarat) કરવા આવતા નથી. એટલે આવા ગુનેગારોને મોકળું મેદાન મળી રહ્યું છે. વલસાડ જિલ્લામાં પણ આવા અનેક કિસ્સા બન્યા છે, પરંતુ ભોગ બનનારા લોકો પોલીસ સુધી આવાતા નથી. આ અંગે વલસાડ DSP રાજદીપ સિંહ ઝાલાએ જનતાને આપીલ કરી છે કે, કોઈપણ અજાણ્યા વ્યક્તિની રિક્વેસ્ટ સ્વીકારવી નહીં અને જો આવી કોઈ ઘટના બને તો વલસાડ ખાતે સાઈબર ક્રાઈમ પોલીસ મથકનો સંપર્ક કરવો. તેમણે ફરિયાદ કરનારાના નામ ગુપ્ત રાખવામાં આવશે તેવી પણ ખાતરી આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.