ETV Bharat / state

કપરાડાના સ્થાનિકો અને સામાજિક કાર્યકર્તાઓએ રસ્તો બનાવવા અંગે આવેદનપત્ર પાઠવ્યું - મામલતદાર

કપરાડા તાલુકાના કુંડા ગામના ઉપલા ફળિયામાં આઝાદીના 72 વર્ષ વીતવા છતાં ફળીયામાં આજદિન સુધી રોડ બન્યો નથી. જેને કારણે સ્થાનિક લોકોની સ્થિતિ ચોમાસા દરમિયાન ખૂબ વિકટ બની જાય છે. આ સમગ્ર પરિસ્થિતિને પગલે સ્થાનિકોએ હાલ ચૂંટણીને લઈ ગામમાં રાજકારણીના પ્રવેશ પર પ્રતિબંધ અને રોડ ન બને ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનરો માર્યા બાદ આજે ગુરુવારે સ્થાનિક રહીશો અને સામાજીક કાર્યકર દ્વારા મામલતદાર અને TDOને આવેદનપત્ર પાઠવીને રોડ બને તે માટેની માગ કરી છે.

રોડ બનાવવા આવેદનપત્ર પાઠવ્યું
રોડ બનાવવા આવેદનપત્ર પાઠવ્યું
author img

By

Published : Jul 30, 2020, 7:23 PM IST

વલસાડ: કપરાડા તાલુકાના કુંડા ગામના ઉપલા ફળિયામાં આઝાદીના 72 વર્ષ વીતવા છતાં ફળીયામાં આજદિન સુધી રોડ બન્યો નથી. જેને કારણે સ્થાનિક લોકોની સ્થિતિ ચોમાસા દરમિયાન ખૂબ વિકટ બની જાય છે. 108 પણ નાદુરસ્ત લોકોને લેવા માટે ફળિયામાં આવતા લોકો એ દર્દીને તેમના ફળિયાથી ઝોળી કરીને લઈ જવાની ફરજ પડે છે.

રોડ બનાવવા આવેદનપત્ર પાઠવ્યું

આ સમગ્ર પરિસ્થિતિને પગલે સ્થાનિકોએ હાલ ચૂંટણીને લઈ ગામમાં રાજકારણીના પ્રવેશ પર પ્રતિબંધ અને રોડ ન બને ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનરો માર્યા બાદ આજે સ્થાનિક રહીશો અને સામાજીક કાર્યકર દ્વારા મામલતદાર અને TDOને આવેદનપત્ર પાઠવીને રોડ બને તે માટેની માગ કરી છે.

જો કે, આજે ગુરુવારે સ્થાનિકો તેમજ કપરાડાના સામાજિક કાર્યકર જ્યેન્દ્રભાઈ ગાવીત અને બિપિનભાઈ રાઉતના નેતૃત્વમાં મામલતદાર અને TDOને આવેદન પત્ર પાઠવીને કુંડા ગામે ઉપલા ફળીયાનો રોડ બને તે માટેની માગ કરી છે.

નોંધનીય છે કે, આગામી સમયમાં કપરાડામાં ધારાસભ્ય માટે પેટા ચૂંટણી આવનાર છે. જેને લઈને રાજકારણીઓએ આપેલા ખોટા વચનનો ભોગ બનેલી પ્રજા હવે તેમનો રોષ ઠાલવીને પોતાના કામ અને વચનો યાદ અપાવે તે ખૂબ જ સ્વભાવિક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.