- અકસ્માતમાં વૃદ્ધ અને બાઈક ચાલક બંને ઘવાતા બંનેનેે હોસ્પિટલ ખસેડાયા
- શાકભાજી લેવા નીકળેલા હાઈવે ક્રોસ કરતા વૃદ્ધને બાઈક ચાલકે અડફેટે લીધા
- 71 વર્ષીય વૃદ્ધ શાકભાજીની ખરીદી કરવા જતા હતા તે વખતે બન્યો બનાવ
વલસાડઃ પારડી શહેરમાં સુલભ નગર ખાતે રહેતા વૃદ્ધ ઠાકોર મીઠ્ઠલભાઈ પટેલ (ઉ.વ. 71) બુધવારે સાંજે ઘરેથી પારડી બજારમાં શાકભાજી ખરીદી કરવા માટે નીકળ્યા હતા. પારડી શાકભાજી માર્કેટ જવા માટે તેઓ પારડી કુમાર કન્યા શાળા સામેનો નેશનલ હાઈવે નંબર 48 ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન વાપી તરફના ટ્રેક પરથી પૂર ઝડપે આવતા સ્પ્લેન્ડર પર સવાર જિગ્નેશ પંચાલે (રહે. વલસાડ) વૃદ્ધને અડફેટમાં લીધા હતા. આથી વૃદ્ધ લઇ હાઈવે પર ફેંકી દીધા હતા સાથે બાઈક ચાલક જીગ્નેશ પર હાઈવે પર પછડાયો હતો.