વલસાડ: ઉમરગામ તાલુકાના નારગોલ બંદરે માછી સમાજ દ્વારા 3 દિવસથી ચાલતા વિરોધ વચ્ચે રવિવારે તંત્રએ વેરાવળથી આવેલી 23 બોટના 1800 ખલાસીઓને કાંઠે ઉતારવામાં સફળતા મેળવી છે. રવિવારે નારગોલ નજીક નારગોલ ઉમરગામ વચ્ચેની ખાડીમાં આ તમામ બોટને લાંગરવાની પરવાનગી આપી હતી. જે બાદ કાંઠે ચુસ્ત બંદોબસ્ત જાળવી ફરજ બજાવતી વલસાડ પોલીસ અને મરિન પોલીસે તમામના આઈ કાર્ડ ચેક કર્યા હતાં. જ્યારે આરોગ્ય વિભાગની ટીમે તમામને બોટમાંથી ઉતારી થર્મલ ગન વડે તમામનું સ્ક્રીનીંગ કર્યું હતું અને હાથ પર હોમ કોરોન્ટાઇનનો થપ્પો મારી પોતપોતાના ઘરે જવા મંજૂરી આપી હતી.
માછી સમાજના વિરોધ વચ્ચે 23 બોટના 1800 માછીમારો ઉતર્યા નારગોલ બંદરે આ 1800 જેટલા ખલાસીઓમાંથી એક ખલાસીના શરીરનું તાપમાન વધુ હોય અને શરદી ખાંસી જેવા લક્ષણો દેખાતા તેને વલસાડ સિવિલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે બાકીના તમામ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.
માછી સમાજના વિરોધ વચ્ચે 23 બોટના 1800 માછીમારો ઉતર્યા નારગોલ બંદરે જો કે, આ ખલાસીઓ વલસાડ જિલ્લાના જ નારગોલ, ફણસા, ઉમરગામ સહિત વલસાડ જિલ્લાના અન્ય તાલુકાઓના છે. જેઓ વેરાવળ ઓખા સહિતના વિસ્તારમાં માછીમારી કરવા ગયા હતાં. જે દરમિયાન લોકડાઉન જાહેર થતા વેરાવળ બંદરે જ બોટમાં ફસાયા હતાં. જે બાદ તંત્રએ તેઓને સમુદ્ર માર્ગે નારગોલ લાવી તેમના ઘરે જવાની મંજૂરી આપી હતી. જેનો આસપાસના ગામલોકોએ વિરોધ કર્યો હતો.
માછી સમાજના વિરોધ વચ્ચે 23 બોટના 1800 માછીમારો ઉતર્યા નારગોલ બંદરે ગામલોકોનું કહેવું હતું કે, વલસાડ જિલ્લામાં હજુ સુધી એકપણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. જ્યારે વેરાવળ સહિતના વિસ્તારોમાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે જો એમાંથી કોઈ સંક્રમિત હોય તો તેનાથી વલસાડ જિલ્લો પણ ઝપેટમાં આવશે. જિલ્લાના આવા કુલ 30,000થી વધુ ખલાસીઓ હોવાથી વલસાડ જિલ્લા માટે એટમ બૉમ્બ સાબિત થાય જેને કારણે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
માછી સમાજના વિરોધ વચ્ચે 23 બોટના 1800 માછીમારો ઉતર્યા નારગોલ બંદરે જો કે મળતી વિગતો મુજબ એક બોટમાં 100થી 150 ખલાસીઓને ભરીને હાલ 23 બોટ આવી છે. જેમાંના જે સ્થાનિક માછીમારો હતા તેને જ કાંઠે ઉતરવાની મંજૂરી આપી છે. જ્યારે અન્ય મહારાષ્ટ્રના માછીમારોને આ પરવાનગી આપી નથી. તેઓને હજુ પણ બોટમાં જ ક્વોરેન્ટાઇન કર્યા છે. તો આવી બીજી 60 જેટલી બોટ પણ આવનારા એકાદ બે દિવસમાં નારગોલના કાંઠે આવવાની હોય એક તરફ તંત્ર અને આરોગ્ય વિભાગ સાબદુ બન્યું છે. જ્યારે બીજી તરફ આ વિસ્તારના લોકોમાં ગભરાટનો માહોલ છે.