વાપી : વાપી નજીક આવેલાં કુંતા, વટાર, અટકપારડીના સ્થાનિકો અને પરપ્રાંતિય શ્રમિકોને દમણ પ્રશાસન દ્વારા પ્રવેશ ન આપતાં મામલો હવે વલસાડ કલેકટર સુધી પહોંચ્યો છે. આ ત્રણેય ગામોના પંચાયતના હોદેદારો તથા સ્થાનિક લોકોએ શુક્રવારે કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ત્રણ ગુજરાતના ગામ હોવા છતાં સંઘપ્રદેશ દમણની સરહદથી જોડાયેલા છે.
વલસાડ જિલ્લાના 3 ગામના સરપંચે કરી લેખિત રજૂઆત વલસાડ જિલ્લાના અને સંઘપ્રદેશ દમણની સરહદથી ઘેરાયેલા કુંતા, વટાર અને તરકપરડી ગામના લોકો હાલ લોકડાઉનમાં સરહદને લઈને પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યાં છે. તેઓ પોતાના ગામમાંથી બહાર આવાગમન કરી શકે તે વલસાડ કલેકટર અને દમણ પ્રશાસન સમક્ષ રજૂઆતો કરી રહ્યાં છે. ગામના સરપંચો અને ગામલોકો દ્વારા દમણ પ્રશાસન ગુજરાતને અડીને આવેલા ગામોના નોકરિયાત વર્ગને મંજૂરી આપે તેવી માગ કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લાના 3 ગામના સરપંચે કરી લેખિત રજૂઆત આ માટે થોડા દિવસો પહેલા કુંતાના રહીશોએ ચક્કાજામ પણ કર્યો હતો. પરંતુ હજુ સુધી પ્રશ્ન ઉકેલાયો નથી. વાપી તાલુકાના કુંતા,વટાર અને તરક પારડીના 25 હજારથી વધુ લોકો દમણની કંપનીમાં નોકરી કરે છે. મોટા ભાગના લોકો દમણ સાથે સીધી કનેકટિવિટી ધરાવે છે. વલસાડ જિલ્લાના 3 ગામના સરપંચે કરી લેખિત રજૂઆત પરંતુ લોકડાઉનના કારણે હાલ આ તમામ કામદારોને દમણ પ્રશાસન દ્વારા પ્રવેશ આપવામાં આવતો નથી. જેને લઇ સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. બે દિવસ પહેલાં કુંતાના રહીશોએ ચક્કાજામ કર્યો હતો. શુક્રવારે આ ત્રણેય ગામના સ્થાનિકો અને પંચાયતના હોદેદારોએ કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. વલસાડ જિલ્લાના 3 ગામના સરપંચે કરી લેખિત રજૂઆત જેમાં જણાવ્યુ હતું કે, અમારો વિસ્તાર ભૌગોલિક રીતે જુદા-જુદા વિસ્તારોમાં અને ચારે તરફ દમણ સંઘપ્રદેશના બોર્ડરથી ધેરાયેલો છે. જેમાં કુંતા, તરકપારડી અને વડોલી એમ ત્રણ ગામોનો વિસ્તાર લગભગ આશરે બે કિ.મી. ના અંતરે આવેલો છે. દરેક વિસ્તારમાં સ્થાનિક લોકો ઉપરાંત પરપ્રાંતિયો રહે છે. જેઓ સંઘપ્રદેશ દમણમાં આવેલી ઔદ્યોગિક એકમોમાં કામ કરે છે. લોકડાઉનના કારણે આ તમામ લોકોને દમણ પ્રશાસન પ્રવેશ આપતુ નથી. જેથી આ લોકોની હાલત કફોડી છે. આ તમામ લોકોને પ્રવેશ આપવામાં ન આવે તો આ તમામ પરિવારોની હાલત દયનીય બની જશે. રોજીરોટીનો મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે. બંને પ્રશાસનો સંકલન કરીને આ પ્રશ્ન ઉકેલે તેવી માગ કરવામાં આવી હતી.