વલસાડ: જિલ્લાના સરીગામ ઔદ્યોગિક વિસ્તારનો વિકાસ નજીકમાં આવેલા ગામો માટે વિનાશ નોતરી રહ્યો છે. આ વિસ્તારમાં વારંવાર ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. ત્યારે આ પાણીથી ખેતીને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ અંગે અનેકવાર GPCB માં રજૂઆત કરવામાં આવ્યા બાદ ફરી એકવાર માંડા ગામ વિસ્તારમાં કલરવાળું પ્રદૂષિત પાણી દેખાતા ગામના સરપંચ પ્રભુ ઠાકરિયાએ સરીગામ જીપીસીબી પ્રાદેશિક કચેરીમાં ફરિયાદ કરતા કચેરીના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પાણીના સેમ્પલ લીધા હતા, અને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા હતા.
સરીગામ નારગોલ માર્ગ પર CETP પ્લાન્ટ નજીક કલર અને કેમિકલયુક્ત પાણી વહેતા થતા માંડા ગ્રામ પંચાયત સરપંચ પ્રભુભાઈ સાથે ગામના કેટલાંક આગેવાનોએ સ્થળની મુલાકાત કરી સમસ્યાનું મૂળ શોધવા પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ કલાકોની જહેમત બાદ પણ કયા એકમો દ્વારા કેમિકલયુક્ત પ્રવાહિત છોડી દેવામાં આવે છે એનું પગેરું ન મળતાં આખરે GPCB( Gujarat Pollution Control Board ) વિભાગના અધિકારીને ફરિયાદ કરી હતી.
સરીગામ ઔદ્યોગિક વિસ્તારના કલરયુક્ત પ્રદૂષિત પાણી અંગે GPCBને ફરિયાદ - સરીગામ પ્રાદેશિક જીપીસીબીની કચેરી
સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં કેમિકલ અને ટેક્સટાઈલ ઉદ્યોગો શરૂ કરાયા બાદ વાયુ પ્રદૂષણ તેમજ જળ પ્રદૂષણમાં ધરખમ વધારો નોંધાયો છે. ત્યારે કંપનીઓના કલરયુક્ત પ્રદૂષિત પાણી ખેતીવાડી વિસ્તારમાં ફરી વળતા આ અંગે માંડા ગ્રામ પંચાયત સરપંચ પ્રભુ ઠાકરીયાએ GPCB માં ફરિયાદ કરી હતી.