વલસાડઃ જિલ્લામાં રોજિંદા કલેક્ટર કચેરીએ અનેક લોકો આવે છે, ત્યારે આવા લોકો માટે જિલ્લા કલેક્ટર કચેરી નીચે અતુલ કંપનીના સહયોગ દ્વારા સેનેટાઈઝર ચેમ્બરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાંથી પસાર થયા બાદ જ કલેક્ટર કચેરીમાં એન્ટ્રી કરી શકશે.
કોરોના વાઇરસ મહામારીના સંક્રમણને રોકવા અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે, ત્યારે લોકોને માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે.
વલસાડ જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને ધ્યાને લઇ જુદા-જુદા કામ અર્થે સતત અવરજવરને ધ્યાને રાખી અતુલ કંપનીના સહયોગથી કલેક્ટર કચેરીના પ્રવેશ દ્વારે સેનેટાઇઝેશન ચેમ્બર મૂકવામાં આવ્યું છે. કલેક્ટર કચેરીએ આવતા તમામને આ ચેમ્બરમાંથી પસાર થઇ સેનેટાઇઝ કરી પ્રવેશ અપાશે.
હાલમાં પણ અનેક લોકો પોતાના વિવિધ કામોને લઈ કલેક્ટર કચેરી ખાતે આવે છે, ત્યારે લોકડાઉનના સમયમાં આ ચેમ્બર ખૂબ ઉપયોગી નીવડશે.