ETV Bharat / state

આવધા ગામે સાકાર વાંચન કુટિરનું લોકાર્પણ કરાયું - Development Charitable Trust

આવધા ગ્રામ પંચાયતમાં સાકાર જીવન વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રેમ્બો વાયરસ અને ઉમિયા સોશિયલ ટ્રસ્ટ વલસાડના સૌજન્યથી 2 હજાર પુસ્તકો સાથે વાંચન કુટીર આજે ખુલ્લી મુકવામાં આવી હતી. તો આ સાથે સાથે રક્તદાન શિબિર તેમજ વ્યક્તિ વિશેષ સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો.

Breaking News
author img

By

Published : Jan 13, 2021, 5:48 PM IST

  • સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા યુવાનો માટે વાંચન કુટીરમાં સાહિત્ય ઉપલબ્ધ બનશે
  • હિન્દી ગુજરાતી મરાઠી અને અંગ્રેજી માધ્યમના 2000થી વધુ પુસ્તકો વાંચન કુટીરમાં મૂકવામાં આવ્યા
  • બાળ સાહિત્યને લગતાં પુસ્તકો પણ આ વાંચન કુટીરમાં ઉપલબ્ધ
  • રેમ્બો વોરિયર્સ દ્વારા રકતદાન શિબિરનું આયોજન કરાયું
  • ધરમપુર થી 20 કિલોમીટર દૂર આવેલા આવધા ગામે વાંચન કુટીર ખુલ્લી મુકાય

વલસાડઃ ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામ એવા આવધા ખાતે કે, જ્યાં ગામની આસપાસના યુવાનો જે સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય છે. આવા યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું વાંચન સાહિત્ય ગામમાં જ મળી રહે તેવા હેતુથી સાકાર જીવન વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ આવધા ગ્રામ પંચાયત રેમ્બો વાયરસ અને ઉમિયા સોશિયલ ટ્રસ્ટ વલસાડના સૌજન્યથી 2 હજાર પુસ્તકો સાથે વાંચન કુટીર આજે ખુલ્લી મુકવામાં આવી હતી. તો આ સાથે સાથે રક્તદાન શિબિર તેમજ વ્યક્તિ વિશેષ સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો.

આવધા ગામે સાકાર વાંચન કુટિરનું લોકાર્પણ કરાયું

સાકાર વાંચન કુટીરનું લોકાર્પણ

સાકાર જીવન વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી રેમ્બો વોરિયર્સ ઉમિયા social trust વલસાડ અને ગ્રામ પંચાયત આવધા અને પ્રાથમિક શાળા આવધાના સહયોગથી ગ્રામ પંચાયત હોલની પર બનાવવામાં આવેલા સાકાર વાંચન કુટીરનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો સાથે સાથે વિવિધ ત્રણ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગામમાં વ્યક્તિ વિશેષ સન્માન કાર્યક્રમ તેમજ રક્તદા શિબિર પણ યોજાઇ હતો. જેથી કરીને જરૂરિયાતમંદ લોકો સમયસર જરૂરીયાત પરી કરી શકે.

સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે વાંચન સાહિત્ય અહીં મુકવાનો મુખ્ય હેતુ

સરકારી વિભાગની આવતી તમામ પ્રકારની પરીક્ષાઓ આપનારા યુવાનો માટે સમય બચાવવાના હેતુથી તેમ જ ગામની અંદર જ તેમને તમામ પ્રકારનું સ્પર્ધાત્મક પરીક્ષાનું સાહિત્ય મળી રહે એવા હેતુથી આજે આકાર વાંચન કુટિર ખુલ્લી મુકવામાં આવી છે. અહીં આગળ 2 હજારથી વધુ પુસ્તકો મૂકવામાં આવ્યા છે.

દાતાઓના સહયોગથી પુસ્તકો દાનમાં મળ્યા

2000 જેટલા વાંચન કુટીરમાં સામેલ કરવામાં આવેલા પુસ્તકો અલગ અલગ દાતા ઓના સહયોગ દ્વારા મળ્યા છે. જેમાં હિન્દી મરાઠી અંગ્રેજી માધ્યમના પુસ્તકો તેમજ બાળ સાહિત્ય પણ મુકવામાં આવ્યું છે. જેનો લાભ સ્થાનિક બાળકો અને યુવાનોને થશે.

રક્તદાન શિબિર નું પણ આયોજન કરાયું

ગામીત કક્ષાના લોકો જ્યારે પણ નાદુરસ્ત બને છે ત્યારે લોહીની ઊભી થતી જરૂરિયાતને પહોંચી વળવા માટે લોકો રક્તદાન કરવા માટે આગળ આવે એવા હેતુથી ગ્રામીણ કક્ષાએ આજે આ કાર્યક્રમની સાથે સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ રક્તદાન કર્યું હતુ. બપોરે 1 વાગ્યા સુધીમાં 30 બોટલ યુનિટ રક્ત એકત્ર કરવામાં સફળતા મળી હતી અને આ કાર્યક્રમ દરમિયાન તો વલસાડ રક્તદાન કેન્દ્રના કર્મચારીઓએ સેવા આપી હતી.

અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

આમ ધરમપુરથી 20 કિલોમીટર દૂર આવેલા આવધા ગામે સ્પદ્યાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉમદા કામગીરી સાથે સાકાર વાંચન કોટિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ધરમપુર તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ નિવૃત્ત આચાર્ય બી. એન જોશી નિવૃત્ત પ્રોફેસર રમેશભાઈ શ્રીમાળી ઉમિયા ટ્રસ્ટના કેપ્ટન અશોકભાઈ તેમજ મેમોરિયલ ટ્રસ્ટના નિલેશભાઈ રાયચુરા વાપીના ઉદ્યોગપતિ પાર્થિવ મહેતા તેમ જ સામાજિક કાર્યકર ગજેન્દ્ર પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.