- 91 વર્ષ જૂની SBPPના ડિરેક્ટરો માટે મતદાન
- સહકાર પેનલે જીતના કર્યાં દાવા
- બેન્કિંગક્ષેત્રે પરિણામલક્ષી કાર્યો કરવાના વચન આપ્યા
વલસાડ: જિલ્લાની સૌથી જૂની SBPP બેન્કના 18 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં આ વખતે કિટલીના નિશાન પર ભાજપ પ્રેરિત સહકાર પેનલે ઝંપલાવ્યું છે. વાપીમાં કુમારશાળા મેદાનમાં મતદાન પ્રક્રિયાના પ્રારંભ સાથે જ સભાસદો પોતાનો કિંમતી મત આપવા આવ્યા હતાં.
આ પણ વાંચો: ગુજરાત સરકારની આત્મનિર્ભર સહાય: SBPP બેંક 1 જૂનથી ફોર્મ વિતરણ શરૂ કરશે
20 હજાર આસપાસ મતદાન થવાની આશા
કિટલીના નિશાન પર ભાજપ પ્રેરિત સહકાર પેનલના ઉમેદવાર કુંજલ શાહ અને પારુલ દેસાઈએ પોતાના વિજયના દાવા સાથે જણાવ્યું હતું કે, ગયા વર્ષે 18 ડિરેક્ટરોની ચૂંટણીમાં 15900 આસપાસ મતદાન થયું હતું, પરંતુ આ વખતે 20 હજાર આસપાસ મતદાન થશે. જેમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલ વિજય બનશે.
સભાસદોની ટીમ વિજય બનાવશે
કુંજલ શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સભાસદો તેમની ટીમ સાથે છે. જે રીતે કેન્દ્રમાં ભાજપની સરકારે નિર્ણાયક અને પરિણામલક્ષી કાર્યો કર્યા છે, તેવાં જ કાર્યો તેમના ડિરેક્ટરો બેન્કિંગક્ષેત્રે કરશે.
આ પણ વાંચો: વલસાડ જિલ્લાની 91 વર્ષ જૂની SBPP બેંકના 18 ડિરેક્ટરોની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં
મોર્ડન ટેક્નોલોજીથી બેન્કને સજ્જ કરશે
સહકાર પેનલ આ ડિરેક્ટરોની ચૂંટણીમાં વિજય બન્યા બાદ બેન્કને મોર્ડન ટેક્નોલોજીથી સજ્જ કરશે. સભાસદો પોતાના વિચારો રજૂ કરી શકે તે માટે ખાસ સભાસદોનું પેજ બનાવશે તેમજ બ્રાન્ચનું વિસ્તરણ કરશે. ભાજપ પ્રેરિત સહકાર પેનલ મજબૂત સંગઠન ધરાવે છે એટલે ચોક્કસ તમામ 18 બેઠકો સહકાર પેનલ કબ્જે કરશે.